ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી વન-ડેમાં ભારતનો 35 રને વિજય થયો હતો. આ જીત સાથે ભારતે 4-1થી શ્રેણી પોતાના નામે કરી હતી. આ જીતનો હીરો અંબાતી રાયડુ રહ્યો હતો. જેણે મુશ્કેલ પરિસ્થિતિમાં 90 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે ન્યૂઝીલેન્ડના બેટિંગ સમયે જ્યારે જેમ્સ નીશમ રમી રહ્યો હતો ત્યારે લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ મેચ જીતી જશે. નીશમે બધા ભારતીય બોલર સામે જોરદાર પ્રહાર કર્યો હતો. જોકે આ દરમિયાન એવી ઘટના બની હતી કે બધા આશ્ચર્યચકિત થયા હતા.
આ ઘટના ઇનિંગ્સની 37મી ઓવરમાં બની હતી. કેદાર જાધવના બોલ પર નીશમ અક્રોસ ધ લાઇન શોટ રમવા ગયો હતો. બોલ મિસ થતા પેડ પર લાગ્યો હતો. જેથી LBWની જોરદાર અપીલ થઈ હતી. અમ્પાયરે નીશમને નોટ આઉટ આપ્યો હતો. આ પછી નીશમ ક્રીઝની બહાર આવી ગયો હતો.
આ સમયે ધોનીની નજર બોલ પર હતી. તેણે નીશમને ક્રીઝની બહાર જતો જોઈને બોલ લઈ લીધો હતો અને સ્ટમ્પ્સ પર માર્યો હતો. આથી તે LBWમાં તો બચી ગયો પણ રનઆઉટ થયો હતો. ધોનીની ચપળતાથી ભારતને નીશમની વિકેટ મળી હતી. નીશમ 32 બોલમાં 44 રન બનાવી આઉટ થયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર