એમએસ ધોનીનો ‘સામાન’ ગાયબ, એરપોર્ટ પર મચી અફરા-તફરી

એમએસ ધોનીનો ‘સામાન’ગાયબ, એરપોર્ટ પર જોવા મળી અફરા-તફરી

ધોનીનો સામાન બીજા કોઈ યાત્રી સાથે બદલી ગયો હતો

 • Share this:
  કોલકાતા : ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)હાલ ક્રિકેટથી દૂર છે પણ તે સતત કોઈના કોઈ કારણોસર ચર્ચામાં બન્યો રહે છે. આ વખતે ખબર છે કે એમએસ ધોનીનો સામાન કોલકાતાના એરપોર્ટથી ગાયબ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એમએસ ધોનીનો સામાન અજાણથી કોઈ બીજો યાત્રી લઈ ગયો હતો. ધોનીને પહેલા આ વાતની ખબર ન હતી પણ પછી તેને આ જાણકારી એરલાઇન કંપનીને આપી હતી.

  ટાઇમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે એમએસ ધોની સોમવારે એક ખાનગી કાર્યક્રમ માટે કોલકાતા પહોંચ્યો હતો. જ્યાં તેનો સામાન બીજા કોઈ યાત્રી સાથે બદલી ગયો હતો. એરલાઇન કંપનીએ ધોનીને આ જાણકારી આપી કે તેનો સામાન બદલાઈ ગયો છે. આ પછી એરલાઇન કંપનીએ તે યાત્રીનો સંપર્ક કર્યો હતો. જે ધોનીનો સામાન પોતાની સાથે લઈ ગયો હતો. યાત્રીને જાણકારી આપી હતી કે તે ભૂલથી ધોનીનો સામાન ઉઠાવીને લઈ ગયો છે. થોડાક કલાકો પછી ધોનીનો સામાન તેની પાસે પાછો આવી ગયો હતો.

  આ પણ વાંચો - ગીત ગાવાનો પ્રયત્ન કરતા મહેન્દ્રસિંહ ધોનીનો આ Video થઈ રહ્યો છે Viral

  મીડિયાએ જ્યારે એરલાઇન કંપની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આટલું જ નહીં કંપનીએ તો પોતાની ભૂલ હોવાનો પણ ઇન્કાર કર્યો હતો.

  એમએસ ધોની વર્લ્ડ કપ પછી ક્રિકેટના મેદાનમાંથી દૂર છે. હાલમાં ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતુંકે ધોની જ્યારે ઇચ્છે ત્યારે વાપસી કરી શકે છે. તેને કોણ રોકી શકે છે. ધોનીએ પણ કહ્યું છે કે જાન્યુઆરી સુધી તે કોઈ મેચ રમશે નહીં. ઝારખંડમાં રમવા માટે મારી અંડર-23 ટીમ અને રણજી ટીમ સાથે થોડી પ્રેક્ટિસ થઈ રહી છે. આ સિવાય કોઈ ક્રિકેટ નથી.
  Published by:Ashish Goyal
  First published: