આ મેચ પછી ધોની સંન્યાસ લેશે, વર્લ્ડ કપમાંથી આવ્યા મોટા સમાચાર

News18 Gujarati
Updated: July 3, 2019, 3:13 PM IST
આ મેચ પછી ધોની સંન્યાસ લેશે, વર્લ્ડ કપમાંથી આવ્યા મોટા સમાચાર
ધોની- ફાઇલ તસવીર

ટીમ ઈન્ડિયાની છેલ્લી રમત ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની માટે પણ અંતિમ રમત બની જશે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાની છેલ્લી રમત કઈ હશે તેના પર હજી સુધી રહસ્ય બની રહ્યું છે. ટીમ ફાઇનલ સુધી પહોંચી શકશે કે સેમીફાઇનલમાં જ ભારતનો વિજય રથ અટકી જશે એ તો સમય જ બતાવશે. પરંતુ એક વાત નક્કી માનવામાં આવી રહી છે કે ટીમ ઈન્ડિયાની છેલ્લી રમત ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની માટે પણ અંતિમ રમત બની જશે. કદાચ આ મેચ બાદ તેમના પ્રશંસકો તેને વાદળી જર્સીમાં નહીં જોઈ શકે. બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો છે.

જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે છે તો ધોની માટે અંતિમ મેચ 14મી જુલાઈની હોઈ શકે છે. આમ પણ એક મહાન ખેલાડીની આનાથી વધુ સારી વિદાય શું હોઈ શકે છે! બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે તમે મહેન્દ્રસિંહ ધોની વિશે કંઈ ન કહી શકો. પરંતુ એવી આશા બિલકુલ ધૂંધળી છે કે વિશ્વ કપ પછી પણ તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેણે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય પણ અચાનક લીધો હતો, એવામાં કોઈ પણ અનુમાન લગાવવું મુશ્કેલ છે.આ કારણે આવું થઈ શકે...

હકીકતમાં વર્તમાન પસંદગી ટીમનો કાર્યકાળ ઓક્ટોબરમાં યોજાનાર એજીએમ સુધી ચાલુ રહેવાની આશા છે. જે બાદમાં આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ટીમનું પુર્નગઠન કરવાની તૈયારી શરૂ થઈ જશે. એવામાં નવી ટીમ પાસે ટી-20 વર્લ્ડ કપ માટે વધારે સમય નહીં રહે.

ટીમ ઇન્ડિયા સેમીફાઇલનમાં પહોંચી ગઈ છે ત્યારે મેનેજમેન્ટ ટીમ કે બીસીસીઆઈ તરફથી આ સંવેદનશીલ મુદ્દે કંઈ જ કહ્યું નથી. ધોનીએ આ વર્લ્ડ કપમાં 223 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટ્રાઇક રોટેટ કરવા માટે તેણે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન ધોની મોટા શોટ રમવામાં પણ નિષ્ફળ ગયો છે. અમુક લોકો હવે બેસ્ટ ફિનિશરની તેની ખાસિયત પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.સચિન-સૌરવ સવાલ ઉઠાવી ચુક્યા છે

આ વર્લ્ડ કપમાં ધોનીની ધીમી રમત પર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પણ સવાલ ઉઠાવી ચુક્યા છે. એવામાં ટીમનું મેનેજમેન્ટ એક વાત બહુ સારી રીતે જાણે છે કે તેઓ વર્લ્ડ કપ પછી પણ ધોનીને ટીમમાં રાખવાનું જોખમ ઉઠાવી શકે નહીં.

વર્લ્ડ કપ પછી બધુ આવું જ નહીં રહે

ટીમ ઇન્ડિયાના એક પૂર્વ ખેલાડીએ જણાવ્યું કે, ટીમ મેનેજમેન્ટે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાંજ સ્પષ્ટ કરી દીધું હતું કે 2019ના વર્લ્ડ કપ સુધી તેઓ ધોનીને ટીમમાં ઇચ્છે છે. આ ખેલાડીએ એવું પણ કહ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે ધોનીને કોઈ સંન્યાસ માટે નહીં કહે, પરંતુ વર્લ્ડ કપ પછી વસ્તુઓ દેખાઈ રહી છે એટલી સરળ નહીં રહે.
First published: July 3, 2019, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading