ધોનીને સલામ ! હાથમાં થયેલી ગંભીર ઇજા બધાથી છૂપાવી, હતુ આવું ખાસ કારણ

MS ધોનીના હાથમાં ગંભીર ઇજા થઇ હતી. આ અંગે તેણે કોઇને જણાવ્યું નહીં, સેનાથી પણ છૂપાવ્યું છે.

News18 Gujarati
Updated: August 13, 2019, 5:56 PM IST
ધોનીને સલામ ! હાથમાં થયેલી ગંભીર ઇજા બધાથી છૂપાવી, હતુ આવું ખાસ કારણ
MS ધોનીના હાથમાં ગંભીર ઇજા થઇ હતી. આ અંગે તેણે કોઇને જણાવ્યું નહીં, સેનાથી પણ છૂપાવ્યું છે.
News18 Gujarati
Updated: August 13, 2019, 5:56 PM IST
ક્રિકેટર મહેન્દ્ર સિંઘ ધોનીની વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાનની એક તસવીર સામે આવી હતી. જેમાં તેઓ ઇજાગ્રસ્ત હતા, ત્યારબાદ બહાર આવ્યું કે ધોનીના અંગુઠામાં ગંભીર ઇજા થઇ હતી. જો કે હવે ધોનીના હાથમાં એક આંગળીમાં પણ ગંભીર ઇજા હોવાનું સામે આવ્યું છે.

in.comને એક સૂત્રએ જણાવ્યું કે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના મેચમાં ધોનીની એક આંગળી ઘાયલ થઇ ગઇ હતી. જો કે તેમ છતા તેઓએ રમત ચાલુ રાખી, આ ઇજા એટલી ગંભીર હતી કે એવું અનુમાન છે કે આંગળીમાં હેયરલાઇન ફ્રેક્ચર છે. આંગળીમાં એટલો દુખાવો થઇ રહ્યો હતો કે તેઓ પોતાની મુઠ્ઠી બંધ કરી શકતા ન હતા.

અહીં ક્લિક કરી વાંચોઃ ધોનીના એક ફોટાએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, પ્રશંસકો થયા દિવાના

આ પાછળનું બીજુ એક કારણ ટેરિટોરિયલ આર્મીમાં જવાનું પણ હતું. તેઓ સેનાની ટ્રેનિંગથી દૂર નહોતા રહેવા ઇચ્છતા.


આ ઇંજા બાદ પણ ધોનીએ આરામ ન કર્યો અને ટીમ ઇન્ડિયાના બાકી બચેલા મેચમાં રમ્યા. ધોનીએ આ ઇજા અંગે કોઇને પણ જણાવ્યું નથી. આ અંગેનું કારણ જણાવતા સૂત્રએ કહ્યું કે ધોની આ ઇજાને સિક્રેટ રાખવા ઇચ્છતા હતા. તેઓ આ અંગે કોઇ ચર્ચા નથી ઇચ્છતા. આ ઇજા અંગે કોઇને જાણ ન થાય તે માટે ધોનીએ સ્કેન પણ નથી કરાવ્યું. આ પાછળનું બીજુ એક કારણ ટેરિટોરિયલ આર્મીમાં જવાનું પણ હતું. તેઓ સેનાની ટ્રેનિંગથી દૂર નહોતા રહેવા ઇચ્છતા.

ઇજા બાદ પણ ધોનીએ આરામ ન કર્યો અને ટીમ ઇન્ડિયાના બાકી બચેલા મેચમાં રમ્યા. ધોનીએ આ ઇજા અંગે કોઇને પણ જણાવ્યું નથી.

Loading...

સેનાને ઇજા અંગ ન જણાવવા અંગે સૂત્રએ જણાવ્યું કે તેઓ કેટલાક કારણોસર આ ઇજા અંગે ઓફિશિયલ રીતે નહોતા જણાવવા ઇચ્છતા જેથી સેનાની ટ્રેનિંગમાં તેઓ ડિસક્વોલિફાઇ ન થઇ શકે. ધોનીની પાસે ટેરિટોરિયલ આર્મીમાં લેફિટનેન્ટ કર્નલનું માનદ પદ છે. તેઓ પેરાશૂટ રેજિમેન્ટમાં તહેનાત છે. તેઓ હજુ કાશ્મીરમાં પોતાના યૂનિટ સાથે છે. કહેવામાં આવી રહ્યું છે કે 15 ઓગસ્ટે તિરંગા પણ લહેરાવી શકે છે.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...