સુરેશ રૈના બોલ્યો- ધોની કેપ્ટનોમાં કેપ્ટન, કોહલી પણ જાણે છે આ વાત

ધોની ભલે કાગળ પર ટીમનો કેપ્ટન નથી પરંતુ મેદાનમાં તે જ લીડર છે- સુરેશ રૈના

News18 Gujarati
Updated: May 28, 2019, 10:35 AM IST
સુરેશ રૈના બોલ્યો- ધોની કેપ્ટનોમાં કેપ્ટન, કોહલી પણ જાણે છે આ વાત
મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: May 28, 2019, 10:35 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : મહેન્દ્રસિંહ ધોની વિશે સુરશ રૈનાનું કહેવું છે કે તે ભલે કાગળ પર ટીમનો કેપ્ટન નથી પરંતુ મેદાનમાં તે જ લીડર છે. 2017માં વનડે અને ટી20ની કેપ્ટન્સી છોડ્યાના ત્રણ વર્ષ બાદ પણ ધોની ટીમ ઈન્ડિયાની રણનીતિની પડદા પાછળથી જવાબદારી સંભાળે છે. આ વાતને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ સ્વીકારે છે. સમાચાર એજન્સી પીટીઆઈને રૈનાએ જણાવ્યું કે, રેકોર્ડમાં તે કેપ્ટન નથી. મને લાગે છે કે મેદાન પર તે વિરાટ માટે કેપ્ટન છે. રૈના હાલ નેધરલેન્ડરમાં પરિવારની સાથે રજાઓ માણી રહ્યો છે.

રૈનાએ જણાવ્યું કે, ધોનીનો રોલ હજુ પણ એ જ છે. તે સ્ટમ્પની પાછળથી બોલર્સ સાથે વાત કરે છે અને ફીલ્ડમાં ફેરફાર કરવામાં મદદ કરે છે. તે કેપ્ટનોમાં કેપ્ટન છે. જ્યારે સ્ટમ્પની પાછળ ધોની હોય છે તો વિરાટ આત્મ વિશ્વાસથી ભરેલો હોય છે. તે (વિરાટ) હંમેશા આ વાતને સ્વીકારે છે. જોકે રૈના માને છે કે કોહલી માટે આ વર્લ્ડ કપ ઘણો મહત્વપૂર્ણ રહેશે.

રૈનાએ કહ્યું કે, કોહલી આત્મ વિશ્વાસથી ભરેલો કેપ્ટન અને ટીમ પ્લેયર છે. આ તેના માટે ઘણો મોટો વર્લ્ડ કપ હશે. તે પોતાની ભૂમિકાને સારી રીતે જાણે છે. તેને પોતાના પ્લેયર્સને ભરોસો આપવાની જરૂર છે. બધું આપણા પક્ષમાં લાગી રહ્યું છે. આપણું વલણ સકારાત્મક હોવું જોઈએ. વર્લ્ડ કપ જીતવા માટે આ બેસ્ટ ટીમ છે.

કોહલી કહી ચૂક્યો છે કે સ્ટમ્પ પાછળથી ધોની દ્વારા મળતી સલાહ અનમોલ છે. (AP Photo/Kirsty Wigglesworth)


આ પણ વાંચો, તો શું 2023ના વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે એમએસ ધોની?

રૈનાના હિસાબથી વર્લ્ડ કપ 2019માં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા માટે ટ્રંપ કાર્ડ સાબિત થશે. તેણે કહ્યું કે, તે સારી ફીલ્ડિંગ અને બેટિંગ કરે છે અને 6-7 ઓવર નાખી શકે છે. તે કોઈ પણ સ્થાન પર બેટિંગ કરી શકે છે. તેને પોતાની રમત દર્શાવવા માટે ટીમ મેનેજમેન્ટથી ભરોસાની જરૂર રહેશે. જો તે આઈપીએલનો ભરોસો વર્લ્ડ કપમાં લઈ જાય છે તો તે આપણા માટે ગેમ ચેન્જર હશે. મને લાગે છે કે વર્લ્ડ કપમાં તે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ પ્લેયર રહેશે. જો તે મેન ઓધ ધ ટૂર્નામેન્ટ પસંદ થશે તો તેમાં કોઈ આશ્ચર્ય નહીં હોય.
Loading...


રૈનાનું કહેવું છે કે વર્લ્ડ કપ 2019માં હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની શકે છે. (AP Photo/Aijaz Rahi)


રૈના 2011માં ધોનીની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીતનારી ટીમનો સભ્ય હતો. સાથોસાથ આ બંને પ્લેયર આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ માટે સાથે રમે છે.


બોલર્સ વિશે રૈનાએ કહ્યું કે, આપણી પાસે ડાબોડી બોલર નથી. 2011માં આપણી પાસે ઝહીર ખાન અને આશીષ નેહરા હતા. તેઓએ પ્રેક્ટિસ માટે ખલીલ અહમદને બોલાવ્યો છે. પરંતુ ઘણા ડાબોડી બોલર્સને રમવાની જરૂર છે. તમામ ટીમોને આ ખબર છે. બાકી બધું ઠીક છે. આપણને ડાબોડી બોલર્સથી સતર્ક રહેવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષો પર નજર નાખીએ તો જાણવા મળે છે કે આપણી ઘણી વિકેટ ડાબોડી બોલર્સની બોલિંગમાં પડી છે. મોહમ્મદ આમિર હોય, વહાબ રિયાજ, ટ્રેન્ટ બોલ્ટ કે મિચેલ સ્ટાર્કના આપણે વધુ શિકાર બન્યા છીએ.

રૈનાએ ભવિષ્યવાણી કરતાં કહ્યું કે કંઈ પણ થાય ભારત સેમીફાઇનલ સુધી પહોંચશે.


તેણે કહ્યું કે, સારી શરૂઆત કરવાની જરૂર છે. પછી આપણને કોઈ રોકી નહીં શકે.

ટીમ ઈન્ડિયામાં સ્પિનરો વિશે રૈનાએ કહ્યું કે કુલદીપ યાદવને રવિન્દર જાડેજાની સાથે રમાડવો જોઈએ અને ત્રણ ફાસ્ટ બોલર રાખવા જોઈએ. ધોનીની બેટિંગ વિશે તેણે કહ્યું કે, તેણે આઈપીએલમાં ઘણી સારી બેટિંગ કરી છે. તે ક્રીઝ પર ઘણો મજબૂત, શાંત અને નિર્ણાયક લાગી રહ્યો છે. જો ધોનીને ઠીકઠાક સમય મળી ગયો તો તે પોતાની ઇનિંગમાં સ્પીડ આપી શકે છે.

આ પણ વાંચો, જયસૂર્યાના મોતના ફેક ન્યૂઝ થયા વાયરલ, આ ભારતીય પ્લેયરને લાગ્યો 'આંચકો'
First published: May 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...