Home /News /sport /CSK: ધોની અને મારી દોસ્તી ખૂબ મજબૂત, તેણે મને કરિયરમાં ઘણી મદદ કરી - બ્રાવો

CSK: ધોની અને મારી દોસ્તી ખૂબ મજબૂત, તેણે મને કરિયરમાં ઘણી મદદ કરી - બ્રાવો

ધોની સાથે ડ્વેન બ્રાવો

IPL 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ. ડ્વેન બ્રાવો (Dwayne Bravo) 38 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડીએ હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી (International Cricket) સંન્યાસ લીધો છે.

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings all-rounder)ના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ હાલમાં જ જણાવ્યું હતું કે કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ વ્યક્તિગત રીતે તેની કારકિર્દી (Career)માં મદદ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી, અને તે બંને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી CSKમાં એક સારો અનુભવ ધરાવે છે. બ્રાવોએ ધોની પ્રત્યેનો તેનો આદર IPL ફ્રેન્ચાઇઝી CSK અને તેના આગામી ફેશન લેબલ ‘Djb47’ પર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Hardik Pandya: વધુ એક ટુર્નામેન્ટ ગુમાવશે હાર્દિક પંડ્યા, જાણો શા માટે નહીં બને ટીમનો હિસ્સો

CSK એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 પહેલા રવિન્દ્ર જાડેજા, MS ધોની, ઋતુરાજ ગાયકવાડ અને મોઈન અલીને રીટેન કર્યા હતા. બ્રાવોએ પણ પુષ્ટિ કરી હતી કે તે મેગા ઓક્શનમાં ભાગ લેશે.

મેગા ઓક્શનમાં ભાગ લેશે બ્રાવો

બ્રાવોએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મને સીએસકે દ્વારા રીટેન કરવામાં નથી આવ્યો, પરંતુ હું મેગા ઓક્શનમાં ભાગ લઈશ. મને તે તો ખ્યાલ નથી કે હું કઈ ટીમ સાથે જોડાઇશ. મને તે પણ ખ્યાલ નથી કે સીએસકે મને ફરી પસંદ કરશ કે નહીં કે પછી ઓક્શનમાં કોઇ અન્ય ટીમ દ્વારા મને પસંદ કરવામાં આવશે.



ધોનીએ મારા કરિયરમાં મદદ કરી: બ્રાવો

બ્રાવોએ આગળ જણાવ્યું કે, સૌ જાણે છે કે હું અને ધોની એકબીજાને ભાઇઓ માનીએ છીએ. અમારી દોસ્તી ઘણી મજબૂત બની છે. તે આ ગેમમાં ગ્લોબલ એમ્બેસેડર છે અને તેમણે મને મારા કરિયરમાં અંગત રીતે પણ ઘણી મદદ કરી છે. અમારી બંને પાસે સીએસકેમાં એક વારસો છે અને અમે તે ફ્રેન્ચાઇઝીને એક પ્રભાવશાળી ફ્રેન્ચાઇઝી બનાવવામાં મદદ કરી છે અને તે ઐતિહાસિક રહેશે. અમારી દોસ્તી સૌથી ગાઢ છે અને કોઇ પણ અન્ય વસ્તુ કરતા તે સૌથી મહત્વનું છે.

આ પણ વાંચો-Cricket News : વિરાટ કોહલીની ભવિષ્યવાણી, આ ગુજરાતી ખેલાડી ભારત માટે લાંબા સમય સુધી રમશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ 38 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડીએ હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.

બ્રાવોએ એમ પણ કહ્યું કે, T10 કદાચ એવું ફોર્મેટ છે જે ક્રિકેટને ઓલિમ્પિક રમત બનવામાં મદદ કરી શકે છે. બ્રાવો જણાવે છે કે, દરેક ક્રિકેટરનું સપનું છે આ ગેમને ઓલમ્પિક્સમાં જોવાનું. T10 કદાચ એવું ફોર્મેટ છે જે ઓલમ્પિક સુધી જઇ શકે છે અને કોઇ જાણતું નથી પરંતુ આવું બની શકે છે. આશા છે કે, જલદી જ ક્રિકેટ પણ એક ઓલમ્પિક ગેમ બનશે.
First published:

Tags: CSK, Dwayne bravo, Ms dhoni, આઇપીએલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો