હાર્દિક પંડ્યા આવતા જ ધોનીને છોડીને ચાલી ગઈ સાક્ષી, Video વાયરલ!

હાર્દિક પંડ્યા આવતા જ ધોનીને છોડીને ચાલી ગઈ સાક્ષી

પાર્ટીમાં ધોની અને સાક્ષી ફોટોગ્રાફર્સ સામે ફોટો પડાવી રહ્યા હતા તે સમયે તેની પાસે હાર્દિક પંડ્યા પણ આવ્યો હતો

 • Share this:
  મુંબઈમાં બોલિવૂડની સૌથી હોટ ફેવરિટ જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાના રિસેપ્શનની પાર્ટી આપી હતી. શનિવારે યોજાયેલી રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના બે મોટા ચહેરા પણ જોવા મળ્યા હતા. જેમાં એમએસ ધોની પોતાની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો હતો. જ્યારે ઈજાના કારણે બહાર રહેલો હાર્દિક પંડ્યા પણ આ પાર્ટીમાં પહોંચ્યો હતો. પાર્ટીમાં આ ત્રણેય એક સાથે ઉભા રહ્યા તો અજીબ ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  પાર્ટીમાં ધોની અને સાક્ષી ફોટોગ્રાફર્સ સામે ફોટો પડાવી રહ્યા હતા. તે સમયે તેની પાસે હાર્દિક પંડ્યા પણ આવ્યો હતો. ફોટોગ્રાફર્સે સાક્ષીને હાર્દિક પંડ્યાની જગ્યા બદલવા કહ્યું હતું. ધોની વચ્ચે હતો અને સાક્ષી તેની ડાબે અને પંડ્યા જમણે હતો. ફોટોગ્રાફર્સે સાક્ષીને જમણી તરફ જવા કહ્યું હતું પણ સાક્ષી હસીને સ્ટેજ ઉપર ચાલી નિકળી હતી. સાક્ષી કેમ ચાલી ગઈ તેનો ખુલાસો હજુ સુધી થયો નથી.
  રણવીર અને દીપિકાએ સાત ફેરા લીધા છે ત્યારથી તે ચર્ચામાં જોવા મળે છે.

  આ પણ વાંચો - મુશર્રફે પુછ્યું હતું -ધોનીને ક્યાંથી લાવ્યા છો?ગાંગુલીએ કહ્યું હતું- વાઘા બોર્ડરે ફરતો હતો ખેંચી લીધો!
  Published by:Ashish Goyal
  First published: