સાઉથમ્પ્ટનના રોજ બાઉલમાં ચાલી રહેલી મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં અફઘાનિસ્તાનની ટીમ પૂરી રીતે ભારતીય ટીમ ઉપર હાવી રહી હતી. ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપ અફઘાનિસ્તાન સામે નિસહાય જોવા મળી હતી. શરુઆતની વિકેટો જલ્દી ગુમાવ્યા પછી મહેન્દ્રસિંહ ધોનીએ ટીમની ઇનિંગ્સ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ધોની ઘણી ધીમી ઇનિંગ્સ રમ્યો હતો. આ પછી તે સેટ થયો ત્યારે મોટા શોટ્સ ફટકારવામાં સ્ટમ્પિંગ આઉટ થયો હતો.
ધોનીએ 52 બોલમાં 28 રનની ઇનિંગ્સ રમી હતી. ધીમી ઇનિંગ્સના કારણે ધોની ફરી પ્રશંસકોના નિશાને આવ્યો હતો. ધોનીને સોશિયલ મીડિયા ઉપર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પ્રશંસકોએ કહ્યું હતું કે ધોનીની આવી ઇનિંગ્સ જોઈને લાગે છે કે તેણે જલ્દી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર