મહેન્દ્રસિંઘ ધોની (MS Dhoni) આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઈ ગયા પછી પણ લોકોના દિલ જીતી રહ્યો છે. એમ.એસ.ધોનીના ચાહકો અનેક છે અને તેમાનો એક છે પાકિસ્તાન પેસર હરીસ રઉફ (Haris Rauf Pakistan pacer). હરીસ રઉફ ધોનીનો ફેન છે. વર્લ્ડટી-20ની ભારત પાકિસ્તાન (IND vs PAK W-T20 Match) દરમિયાન ટીમ ઈન્ડિયાના મેન્ટર તરીકે ગયેલા ધોની સાથે રઉફની મુલાકાત મેદાન પર થઈ હતી. પોતાના આદર્શને મળીને રઉફ ગળગળો થઈ ગયો હતો. દરમિયાન ધોની અને રઉફની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી. એ વખતે રઉફે ધોની પાસે ગિફ્ટ માંગી હતી.
આ ગિફ્ટ એમ.એસ. ધોનીએ આપી દીધી છે. ધોનીએ રઉફને વચન આપ્યું હતું કે તે પોતાની જર્સી આપશે. દરમિયાન એમ.એસ.ધોનીએ રઉફને ચેન્નાઈ સુપરકિંગ્સને 7 નંબરની જર્સી ગિફ્ટ કરી છે (MS Dhoni 7 Number CSK Tshirt) રઉફ પાકિસ્તાનમાં જર્સી મળતા જ ખૂબ ખુશ થઈ ગયો હતો.
હરિસ રઉફનો મેસેજ
લેજન્ડ અને કેપ્ટન કુલ એમ.એસ. ધોનીએ મને તેની નંબર 7 જર્સીથી સન્માનિત કર્યો છે. હજુ પણ તે પોતાની શાખ અને દયાળુ સ્વભાવથી લોકોના દિલ જીતી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર
The legend & capt cool @msdhoni has honored me with this beautiful gift his shirt. The "7" still winning hearts through his kind & goodwill gestures. @russcsk specially Thank you so much for kind support. pic.twitter.com/XYpSNKj2Ia
હરીસ પાકિસ્તાનનો બોલર છે અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં બીગ બેશ લીગમાં રમી રહ્યો છે. તે મેલબર્ન સ્ટાર્સનો ખેલાડી છે અને વર્લ્ડટી-20 દુબઈનો સ્ટાર બોલર રહ્યો હતો. હરીસે સેકેન્ડ હાઇએસ્ટ વિકેટ ટેકર હતો.