ધોનીએ ભજ્જીની કરી પોતાની બાઈક સાથે સરખામણી, જાણો કેમ

News18 Gujarati
Updated: May 27, 2018, 5:08 PM IST
ધોનીએ ભજ્જીની કરી પોતાની બાઈક સાથે સરખામણી, જાણો કેમ

  • Share this:
હરભજનસિંહ આ વખતે આઈપીએલ મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમી રહ્યો છે. આનાથી પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો. આ સિઝનમાં સીએસકે તરફથી ભજ્જીએ 13 મેચોમાં કુલ 31 ઓવર નાંખી છે. સીએસકેના કેપ્ટન ધોની પાસે ઘણા બધા વિકલ્પ છે. એવામાં ભજ્જીને પોતાના કોટાની 4 ઓવર ફેકવાની તક મળી નથી.

અત્યાર સુધી રમેલ 13 મેચોમાં ભજ્જીએ કુલ સાત વિકેટ ઝડપી છે. પોતાના પહેલી આઠ મેચોમાં હરભજનસિંહે 6 વિકેટ ઝડપી છે, આ દરમિયાન તેની ઈકોનોમી રેટ સાતથી થોડી વધારે રહી છે. ભજ્જીએ સૌથી વધારે ડોટ બોલ નાંખવાની બાબતમાં તેમને પ્રવિણ કુમારનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. ફાઈનલથી પહેલા સીએસકેના કેપ્ટન ધોનીએ હરભજન સિંહને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, આ સિઝનમાં ભજ્જી પાસે બોલિંગ કેમ કરાવતા નથી, તો માહીએ એક એવો જવાબ આપ્યો કે બધાની બોલતી બંધ થઈ ગઈ હતી.

ધોનીએ કહ્યું કે, "મારા ઘરમાં ઘણી બધી કાર અને બાઈક છે, પરંતુ હું તેમને એક સાથે ચલાવતો નથી." ધોનીનો આ જવાબ સાંભળીને જે હોલમાં પ્રેસ કોન્ફ્રન્સમાં રહેલા બધા જ પત્રકાર ખડખડાટ હસી પડ્યા હતા. ધોનીએ કહ્યું કે, "જ્યારે તમારી ટીમમાં 06થી સાત બોલર છે તો તમે પિચનો મિજાજ, કોણ બેટિંગ કરી રહ્યું છે. આ બધી વાતોને જોઈને બોલરની પસંદગી કરીએ છીએ."
Published by: Mujahid Tunvar
First published: May 27, 2018, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading