Home /News /sport /

ધોની વિશે મિત્રએ ખોલ્યું રહસ્ય, અમે તેને આતંકવાદી કહેતા, હવે તે સંત બની ગયો

ધોની વિશે મિત્રએ ખોલ્યું રહસ્ય, અમે તેને આતંકવાદી કહેતા, હવે તે સંત બની ગયો

ધોની વિશે મિત્રએ ખોલ્યું રહસ્ય, અમે તેને આતંકવાદી કહેતા, હવે તે સંત બની ગયો

સત્ય પ્રકાશ 18 વર્ષથી ધોનીનો મિત્ર છે. તેણે જ ધોનીને ભારતીય રેલવેમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી

    ભારતીય ક્રિકેટ ટીમ માટે 30 મે થી શરુ થનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં મહેન્દ્રસિંહ ધોની મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થશે. ધોનીનો આ ચોથો વર્લ્ડ કપ હશે અને વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઈલ પછી આ સ્પર્ધામાં બીજો સૌથી અનુભવી ક્રિકેટર હશે. ક્રિકેટની દુનિયાના સૌથી મોટા ટૂર્નામેન્ટ પહેલા ધોનીના નજીકના મિત્ર સત્ય પ્રકાશે તેના વિશે ઘણા ખુલાસા કર્યા છે. સત્ય પ્રકાશે ધોનીને ભારતીય રેલવેમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી. બંને બિહાર માટે સાથે ક્રિકેટ રમતા હતા.

    સત્ય પ્રકાશે સ્પોર્ટ્સ મેગેઝીન ‘સ્પોર્ટસ્ટાર’ને જણાવ્યું હતું કે બધા મિત્રો ધોનીને આતંકવાદી કહેતા હતા. તે 20 બોલમાં 40-50 રન બનાવી નાખતો હતો. જોકે તે જ્યારે દેશ માટે રમવા લાગ્યો તો સંત બની ગયો છે. તેણે પોતાના એપ્રોચ બદલી નાખ્યો છે. તે ઘણો જલ્દી શીખે છે.

    સત્ય પ્રકાશ 18 વર્ષથી ધોનીનો મિત્ર છે. તેણે જ ધોનીને ભારતીય રેલવેમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી. બંને બિહાર માટે સાથે ક્રિકેટ રમતા હતા. ધોનીના સંઘર્ષ વિશે તેણે જણાવ્યું હતું કે ધોની કહેતો હતો કે ફાઇવ સ્ટાર હોટલમાં રોકાવાથી ભૂખ મિટતી નથી અને સારી ઊંઘ પણ આવતી નથી. બાકી ખેલાડીઓ અને ધોની વચ્ચે એ અંતર છે કે તે ભાવનાઓ રાખતો નથી. 2003માં જ્યારે અમે ફૂટબોલ રમી રહ્યા હતા ત્યારે તેને માતાએ ફોન કર્યો હતો. તેણે કહ્યું હતું કે ફોન ભલે વાગતો, ગેમ ઉપર ધ્યાન આપો. પછી ખબર પડી કે તે મેચમાં ઘણો ગંભીર હતો અને પોતાની લય તોડવા માંગતો ન હતો.

    આ પણ વાંચો - વર્લ્ડ કપમાં હાઇટેક ડિવાઇસ લગાવી રમતા ઊતરશે ટીમ ઇન્ડિયા, આ છે કારણ

    સત્ય પ્રકાશ 18 વર્ષથી ધોનીનો મિત્ર છે. તેણે જ ધોનીને ભારતીય રેલવેમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી (File Photo)


    સત્ય પ્રકાશે કહ્યું હતું કે શરુઆતમાં તેણે કેપ્ટનશિપ કરી ન હતી પણ તે મહાન કેપ્ટન બની ગયો છે. તે હંમેશા હિન્દીમાં વાત કરતો હતો પણ હવે તે જોરદાર અંગ્રેજીમાં બોલે છે. અમે મિત્રો ક્યારેય તેની ક્ષમતાને ઓળખી શક્યા ન હતા.

    ધોની શરુઆતથી જ આત્મવિશ્વાસથી ભરપૂર હતો. આ ખાસિયત પર સત્ય પ્રકાશે સ્પોર્ટસ્ટારને કહ્યું હતું કે એક મેચ દરમિયાન કોઈએ તેને લલકાર્યો હતો અને કહ્યું હતું કે આજે તારો દિવસ છે અને તુ જેટલા બનાવવા હોય તેટલા રન બનાવી શકે છે પણ તું કાલે અમારી સાથે જ રમવાનો છે. આ વિશે ધોનીએ જવાબ આપ્યો હતો કે તારે જેટલા રન બનાવવા હોય તેટલા બનાવજે અમે 15 ઓવરમાં જીતી જઈશું. પછી તેની ટીમ 14.4 ઓવરમાં જીતી ગઈ હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Ms dhoni

    આગામી સમાચાર