ન્યૂઝ 18 ગુજરાતી: એમ.એસ ધોની આખી દુનિયામાં કેપ્ટન કૂલનાં નામે ઓળખાય છે. મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે ઘણાં જ શાંત રહે છે. પરંતુ ગુરૂવારે રાજસ્થાન વિરુદ્ધ થયેલી મેચમાં તેઓ ગુસ્સા પર કાબુ ન રાખી શક્યા. આ મેચની જ્યારે છેલ્લી ઓવર હતી ત્યારે આ બન્યું હતું. જ્યારે છેલ્લી ઓવરમાં બેન સ્ટોક્સની એક બીમરને પહેલા એમ્પાયરે નો બોલ આપ્યો પરંતુ તે પછી તેમણે પોતાનો નિર્ણય બદલી દીધો.
ચેન્નઇની પારીની આખરી ઓવરનાં ચોથા બોલ પર અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ બેન સ્ટોક્સની બીમર બોલને નો બોલ આપ્યો પરંતુ પછી તેમણે નિર્ણય બદલી દીધો. આ પછી જાડેજા અંમ્પાયર સાથે વાત કરવા લાગ્યા જ્યારે ધોની પોતાના ડગઆઉટથી મેદાનમાં ઘુસી આવ્યાં. તેમણે બંન્ને અમ્પાયર સાથે વિવાદ પણ કર્યો. પરંતુ અમ્પાયર પોતાનાં નિર્ણય પર રહ્યાં અને ચૈન્નઇને નો બોલ ન આપ્યો. જોકે રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બેન સ્ટોક્સનો બોલ નો બોલ હતો.
એમ એસ ધોની મેદાનમાં આ રીતે આવી ગયા અને એમ્પાયર સાથે વિવાદ કર્યો તેની કોમેન્ટેટર્સે ઘણી નિંદા કરી હતી. કોમેન્ટ્રી કરી રહેલા વીવીએસ લક્ષ્મણે ધોનીની આ રીતે ખોટી ગણાવી હતી. જોકે ધોની આવો વર્તાવ કરશે તેવી કોઇને આશા ન હતી. જોકે છેલ્લે ધોનીની ટીમ જ વિજેતા બની હતી. છેલ્લા બોલ પર ચૈન્નઇને 3 રનોની જરૂર હતી ત્યારે સેંટનર સ્ટોક્સનાં બોલ પર છક્કો મારીને ટીમને જીતાડી દીધી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર