Home /News /sport /

સચિનને ભારે પડી ધોનીની ટીકા, ફેન્સે આવી રીતે કર્યો ટ્રોલ

સચિનને ભારે પડી ધોનીની ટીકા, ફેન્સે આવી રીતે કર્યો ટ્રોલ

સચિન તેંડુલકર અફઘાનિસ્તાનની સામે ધોનીની ધીમી બેટિંગથી નાખુશ હતો. (ફાઇલ ફોટો)

સચિન તેંડુલકર અફઘાનિસ્તાનની સામે ધોનીની ધીમી બેટિંગથી નાખુશ હતો.

    ન્યૂઝ18 ગુજરાતી : ટ્રોલર્સના નિશાને ક્યારે કોણ આવી જાય એ નક્કી નથી હોતું. હાલ તો સચિન તેંડુલકર તેમના નિશાના પર આવી ગયો છે. અફઘાનિસ્તાનની વિરુદ્ધ મહેન્દ્ર સિંહ ધોનીના પ્રદર્શન પર બોલ્યા બાદ માસ્ટર બ્લાસ્ટરને ફેન્સે પોતાના નિશાના પર લીધો. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં સચિન તેંડુલકરે કહ્યું હતું કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ધોની અને કેદાર જાદવ સહિત મીડલ ઓર્ડર બેટ્સમેનોમાં સકારાત્મકતાની ઉણપ જોવા મળી.

    કેપ્ટન વિરાટ કોહલીને બાદ કરતાં આ ટૂર્નામેન્ટમાં પહેલીવાર ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યું અફઘાનિસ્તાને બે વારની વિશ્વ વિજેતાને આઠ‍ વિકેટ પર 224 રન ઉપર જ રોકી દીધી હતી. માસ્ટર બ્લાસ્ટરે કહ્યું કે આ પ્રદર્શનને જોઈને નિરાશ થયો. સાથોસાથ કેદાર જાદવ અને ધોનીની વચ્ચે થયેલી પાર્ટનરશીપથી તે ખુશ નહોતો.

    માસ્ટર બ્લાસ્ટર અનુસાર જાદવની ઉપર દબાણ હતું. સ્થિતિને જલદીથી સંભાળવા માટે બીજા એકની જરૂર હતી. પરંતુ એવું ન થયું. જાદવ અને ધોની જે ઈચ્છતા હતા, તે સ્ટ્રાઇક રેટ મુજબ ન રમી શક્યા. બસ પછી શું હતું, ટ્રોલર્સને ભારતના આ દિગ્ગજ પ્લેયરને તરત જ ટોર્ગેટ કરી દીધો.



    આ પણ વાંચો, ઓસ્ટ્રેલિયાના કોચે કહ્યું - દુનિયાને મળ્યો નવો ધોની



    આ પણ વાંચો, તો સેમીફાઇનલમાં ફરી ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, Ms dhoni, Twitter, ક્રિકેટ, સચિન તેંડુલકર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन