ધોનીના નામે આ વ્યક્તિએ ખોલી હોટલ, ધોનીના પ્રશંસકોને જમાડે છે મફત!

News18 Gujarati
Updated: June 13, 2019, 4:28 PM IST
ધોનીના નામે આ વ્યક્તિએ ખોલી હોટલ, ધોનીના પ્રશંસકોને જમાડે છે મફત!
ધોનીના નામે આ વ્યક્તિએ ખોલી હોટલ, ધોનીના પ્રશંસકોને જમાડે છે મફત!

લોકો અહીં ખાવા માટે આવે છે. તમે કોઈને પણ ધોનીની હોટલ વિશે પુછી લો. તમે અહીં આવી જ જશો

  • Share this:
મહેન્દ્રસિંહ ધોની અને તેના પ્રશંસકોનો ખાસ સંબંધ છે. પોતાના સ્ટાર પ્લેયર માટે પ્રશંસકો બધું જ કરવા તૈયાર હોય છે. ધોનીનો આવો જ એક પ્રશંસક હાલ ચર્ચામાં છે. ધોનીનો એક પ્રશંસક શંભૂ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે, જેનું નામ તેણે ‘એમએસ ધોની રેસ્ટોરન્ટ’રાખ્યું છે. આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે અહીં ધોનીના પ્રશંસકોને મફતમાં ખાવાનું ખવડાવવામાં આવે છે.

શંભૂએ આઈએએનએસને કહ્યું હતું કે આ દૂર્ગા પૂજાએ બે વર્ષ પૂરા થશે. અહીં દરેક આ સ્થાનને ઓળખે છે, લોકો અહીં ખાવા માટે આવે છે. તમે કોઈને પણ ધોનીની હોટલ વિશે પુછી લો. તમે અહીં આવી જ જશો. શંભૂને જ્યારે ધોની સાથે લગાવ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તેના જેવો કોઈ નથી. હું જ્યારે બાળક હતો ત્યારથી તેને પસંદ કરું છું. તે જે રીતે ક્રિકેટ રમે છે તેનાથી ખબર પડે છે કે લિજેન્ડ કેવી રીતે બની શકાય. તે મારા માટે પ્રેરણા છે.

શંભૂની આ નાની રેસ્ટોરન્ટમાં ખાસ રીતનું બંગાળી ખાવાનું જ મળે છે. રેસ્ટોરન્ટમાં દરેક ખૂણામાં ધોનીના પોસ્ટર છે. દિવાલ ક્યાં ખાલી છે તે પણ ખબર પડતી નથી. શંભૂએ કહ્યું હતું કે આવું જ મારા ઘર ઉપર પણ છે. ધોનીને જોઈને હું ઘણું શીખ્યો છું. હું એક દિવસ તેને મળવા માંગું છું પણ મારી પાસે સ્ટેડિયમ જઈને મેચ જોવાના પૈસા નથી.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ ખોલ્યું ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમનું રહસ્ય, સામે આવ્યો Video

ધોનીના નામે આ વ્યક્તિએ ખોલી હોટલ, ધોનીના પ્રશંસકોને જમાડે છે મફત!


શંભૂએ કહ્યું હતું કે હું જાણું છું કે મારું સપનું ક્યારેય પુરુ થશે નહીં પણ જો હું ક્ચારેય તેની મળી શકીશ તો મારા રેસ્ટોરન્ટમાં આવવા કહીશ. મને ખબર છે કે તેને ભાત-માછલી પસંદ છે.શંભૂએ 2 એપ્રિલ 2011ને યાદ કરતા કહ્યું હતું કે હું કે સમયે ચા ની દુકાન ચલાવતો હતો. તેનું કોઈ નામ ન હતું પણ તેમાં ધોનીના નાનું પોસ્ટર હતું. મને તેના લાંબા વાળ પસંદ હતા. મને યાદ છે કે મેં વર્લ્ડ કપ 2011ની ફાઇનલ પોતાના મિત્રો સાથે મારી ચાની દુકાન પર જોઈ હતી. હું તે રાત ક્યારેય ભુલી શકીશ નહીં. હું ખુશીમાં ઘણો રોયો હતો.
First published: June 13, 2019, 4:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading