ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, દુખાવાથી પીડાઈ રહ્યો છે ધોની

News18 Gujarati
Updated: April 15, 2019, 9:11 AM IST
ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, દુખાવાથી પીડાઈ રહ્યો છે ધોની
ધોની પીઠના નીચેના હિસ્સામાં દુખાવાનો સામનો કરી રહ્યો છે. (Photo: IPL)

ટીમમાં વિકેટકીપર તરીકે એમએસ ધોનીનું નામ નક્કી છે, પરંતુ તેની તબિયત પર શંકાના વાદળ ઘેરાયા છે

  • Share this:
ઈંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત સોમવારે કરવામાં આવશે. ટીમમાં વિકેટકીપર તરીકે એમએસ ધોનીનું નામ નક્કી છે. પરંતુ તેની તબિયત પર શંકાના વાદળ ઘેરાયા છે. આઈપીએલ 2019માં છેલ્લી બે મેચમાં ધોની ફિટનેસને લઈ પરેશાન દેખાઈ રહ્યો છે. એવામાં ધોનીનું અનફિટ હોવું ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર છે.

રાજસ્થાન રોયલ્સની વિરુદ્ધ ગુરુવારે રમાયેલી મેચમાં ધોનીને ક્રેંપથી પીડાતો જોવા મળ્યો હતો. સતત બે-બે રન લીધા બાદ ધોનીને પગમાં તાણનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તે મેદાન પર બેસી ગયો હતો. તેને ફિજિયોની મદદ લેવી પડી હતી. ફિજિયોથી માલિશ લીધા બાદ ધોની ઊભો થઈ શક્યો હતો. તેની અસર તેની બેટિંગ ઉપર પણ જોવા મળી હતી. તે 20મી ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો. તેની આઉટ થવાની રીતથી લાગી રહ્યું હતું કે તે પૂરી રીતે ફિટ નથી અને આ કારણે તેનું બેટ ઝડપથી નીચે ન આવી શક્યું.

આ પણ વાંચો, IPL મેચમાં પહેલીવાર થયું આવું, સિક્સર મારતા જ બેટ્સમેન સાથે થઈ ગઈ 'દુર્ઘટના'

રવિવારે કોલકાતા નાઇટરાઇડર્સની વિરુદ્ધ માહી કમરના દુખાવાથી હેરાન થતો નજરે પડ્યો. આ મેચમાં પણ તેને ફિજિયોની મદદ લેવી પડી. મેચ પૂરી થયા બાદ પણ તે ટીમના સભ્યોની મદદથી ઊભો થતો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે, ધોનીને પહેલા પણ કમરના દુખાવાનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષની આઈપીએલ સીઝનમાં પણ તેને આ સમસ્યા થઈ હતી.

આમ તો વર્લ્ડ કપનું આયોજન જૂનમાં થશે અને આઈપીએલ મે મહિનામાં પૂરી થઈ જશે. એવામાં આશા છે કે ધોની પોતાની ફિટનેસ સમસ્યાઓથી બહાર આવી જશે. માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ કપ માટે દિલ્હીના તોફાની બેટ્સમેન વિકેટકીપર રિષભ પંતને પણ તક મળી શકે છે. જો ધોનીને તે ટૂર્નામેન્ટમાં કોઈ તકલીફ ઊભી થાય છે તો પંતને તેના સ્થાને લઈ શકાય છે.
First published: April 15, 2019, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading