કોરોના : 800 કરોડની વાર્ષિક કમાણી કરનાર ધોનીએ દાનમાં આપ્યા 1 લાખ રુપિયા, પ્રશંસકો ભડક્યા

News18 Gujarati
Updated: March 27, 2020, 3:01 PM IST
કોરોના : 800 કરોડની વાર્ષિક કમાણી કરનાર ધોનીએ દાનમાં આપ્યા 1 લાખ રુપિયા, પ્રશંસકો ભડક્યા
કોરોના : 800 કરોડની વાર્ષિક કમાણી કરનાર ધોનીએ દાનમાં આપ્યા 1 લાખ રુપિયા, પ્રશંસકો ભડક્યા

સચિન તેંડુલકરે મહારાષ્ટ્ર સરકાર અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં 25-25 લાખ રુપિયા દાન કર્યા

  • Share this:
નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસના (Coronavirus)કારણે 23 હજારથી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 600ને વટાવી ગઈ છે. આ સંકટથી નિપટવામાં મદદ માટે દેશણા ઘણા સેલિબ્રેટી આગળ આવ્યા છે. જોકે વર્તમાન ભારતીય ક્રિકટ ટીમના કોઈ મોટા સ્ટારે મોટી રકમ આપી નથી. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ (Mahendra Singh Dhoni) પીડિતોની મદદ કરી છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. જે 14 એપ્રિલ સુધી ચાલશે.

કોરોના વાયરસના કારણે બધુ ઠપ થઈ ગયું છે. જેની અસર રોજિંદા મજૂરો અને તેમના પરિવાર પર પડી છે. આવા સમયે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પૂણેના રોજિંદા મજૂરો માટે એક લાખ રુપિયા દાન કર્યા છે. ધોનીની આ આર્થિક મદદને લઈને તેના પ્રશંસકો સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક પ્રશંસકે કહ્યું કે વાર્ષિક 800 કરોડ રુપિયા કમાનાર ધોની ફક્ત 1 લાખ રુપિયા મદદ કરે તે દુખદ છે. બીજી તરફ સચિન તેંડુલકરે (Sachin Tendulkar)મહારાષ્ટ્ર સરકાર અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં 25-25 લાખ રુપિયા દાન કર્યા છે.

આ પણ વાંચો - લોકડાઉન દરમિયાન પોતાની ફિયાન્સી સાથે ઇંટીમેટ થતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, શેર કરી તસવીર

ધોનીએ ક્રાઉડ ફંડીંગ વેબસાઇટ દ્વારા મુકુલ માધવ ફાઉન્ડેશન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને આ રકમ દાનમાં આપી છે. આ રકમનો ઉપયોગ પૂણેના રોજિંદા મજૂરોના પરિવારોના માટે ખાદ્ય સામગ્રી લાવવામાં કરવામાં આવશે. ધોનીની પત્ની સાક્ષીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આની લિંક શેર કરી છે. ધોનીની પહેલ પછી ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે અને અત્યાર સુધી 12 લાખ રુપિયા ભેગા કરી લીધા છે.ધોનીએ પૂણેના મજૂરો માટે દાન કેમ કર્યું તે સવાલ ઘણા લોકોના મનમાં ઉઠી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ધોની આઈપીએલની બે સિઝન 2016 અને 2017માં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ તરફથી રમ્યો હતો. ત્યારે બે વર્ષ માટે ચેન્નાઈ સુપરકિંગ્સ પર પ્રતિબંધ મુકાયો હતો.
First published: March 27, 2020, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading