Home /News /sport /ક્યારે થશે એમએસ ધોનીની ક્રિકેટના મેદાનમાં વાપસી, જાણો

ક્યારે થશે એમએસ ધોનીની ક્રિકેટના મેદાનમાં વાપસી, જાણો

ક્યારે થશે એમએસ ધોનીની ક્રિકેટના મેદાનમાં વાપસી, જાણો

વર્લ્ડ કપ પુરો થયા પછી 38 વર્ષના ધોનીએ નિવૃત્તિ ના લેતા ક્રિકેટમાંથી બ્રેક લીધો છે

વર્લ્ડ કપ (World Cup) ખતમ થયા પછી બધાની નજર ભારતીય દિગ્ગજ એમએસ ધોની(MS Dhoni)પર જ છે. ક્રિકેટ વર્લ્ડમાં તેની નિવૃત્તિની ચર્ચા ચાલી રહી છે. જોકે વર્લ્ડ કપ પુરો થયા પછી 38 વર્ષના ધોનીએ નિવૃત્તિ ના લઈને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે અને ટેરિટોરિયલ આર્મી સાથે ટ્રેનિંગ કરવા માટે કાશ્મીર (Kashmir) ગયો હતો. ધોની ગત મહિને કેરેબિયન પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની (Team India)વન-ડે અને ટી-20 ટીમનો ભાગ ન હતો. તે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટી-20 શ્રેણીમાં પણ ટીમનો ભાગ નથી. આ પછી ક્રિકેટ પ્રશંસકો રાહ જોઈ રહ્યા છે કે ધોની ક્યારે મેદાનમાં પરત ફરશે.

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે ધોનીએ પોતાની રજાઓ વધારવાનો નિર્ણય કર્યો છે. તેનો મતલબ એ છે કે તે આવનાર કેટલીક શ્રેણીમાં મેદાન પર જોવા મળશે નહીં. રિપોર્ટ પ્રમાણે ધોની નવેમ્બર સુધી ક્રિકેટથી દૂર રહેશે. એટલે કે ભારતમાં રમાનાર બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ટીમનો ભાગ નહીં હોય. બાંગ્લાદેશ સામે શ્રેણીની મેચો દિલ્હી, રાજકોટ અને નાગપુરમાં રમાવાની છે.

આ પણ વાંચો - BCCI એ ભારતીય ક્રિકેટર્સને આપી દિવાળીની ભેટ! હવે મળશે ડબલ પૈસા

ક્રિકેટમાંથી તેના બ્રેકનો મતલબ એ પણ છે કે તે વિજય હઝારે ટ્રોફી(Vijay Hazare Trophy) માં ભાગ લેશે નહીં. જે બે દિવસ પછી શરુ થવાની છે. નવેમ્બર સુધી તો ધોની ક્રિકેટના મેદાન પર જોવા મળશે નહીં. એમ માનવામાં આવે છે કે વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટી-20 શ્રેણી સાથે તેની ટીમમાં વાપસી થશે, જે 6 ડિસેમ્બરથી શરુ થશે. જો તે આ શ્રેણીમાં વાપસી નહીં કરે તો પ્રશંસકોએ ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી સુધી રાહ જોવી પડશે. જે પાંચ જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી રમાશે.

વર્લ્ડ કપ પછી ધોની ક્રિકેટના મેદાનમાંથી દૂર છે અને તેના સ્થાને વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant)ટીમ ઇનડિયાની પ્રથમ પસંદ છે. ટીમ ઇન્ડિયા આગામી વર્ષે વર્લ્ડ કપમાં રમશે અને એ કોઈ નથી જાણતું કે ધોની વર્લ્ડ કપની યોજનામાં ટીમનો ભાગ છે કે નહીં.
First published:

Tags: Ms dhoni, Team india, ક્રિકેટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો