એમએસ ધોની બાંગ્લાદેશ સામે કોમેન્ટ્રી કરશે, શું ખતમ થઈ ગઈ ક્રિકેટ કારકિર્દી?

ધોનીના ભવિષ્યને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે

News18 Gujarati
Updated: November 5, 2019, 5:26 PM IST
એમએસ ધોની બાંગ્લાદેશ સામે કોમેન્ટ્રી કરશે, શું ખતમ થઈ ગઈ ક્રિકેટ કારકિર્દી?
એમએસ ધોની બાંગ્લાદેશ સામે કોમેન્ટ્રી કરશે, શું ખતમ થઈ ગઈ ક્રિકેટ કારકિર્દી?
News18 Gujarati
Updated: November 5, 2019, 5:26 PM IST
નવી દિલ્હી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પછી ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ક્રિકેટથી દૂર છે. તેના ભવિષ્યને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. આવા સમયે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે બાંગ્લાદેશ સામે ડે-નાઇટ ટેસ્ટ મેચ (Day Night Test Match)માં એમએસ ધોની કોમેન્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઇન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે બે વખતનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ધોની આ મહિને ઇડન ગાર્ડન્સમાં રમાનાર ભારતની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરશે. આ કારણે તેની નિવૃત્તિની વાતો થવા લાગી છે. રિપોર્ટ પ્રમાણે બ્રોડકાસ્ટર સ્પોર્ટ્સ સ્ટારના આ પ્રપોઝલને જો બીસીસીઆઈ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ગ્રીન સિગ્નલ આપશે તો આમ બની શકે છે.

આ ટેસ્ટમાં બધા કેપ્ટનો મહેમાન તરીકે કોમેન્ટ્રી કરશે અને તેમાં તે ભારતીય ટેસ્ટ ઇતિહાસની પોતાની યાદો શેર કરશે. જેને મેદાન ઉપર મોટો સ્ક્રીન ઉપર પ્લે કરવામાં આવશે. આ વર્ષે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય પછી ધોની ક્રિકેટથી દૂર છે. તે વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ (Bangladesh)સામેની શ્રેણીમાં ટીમનો ભાગ રહ્યો ન હતો. બાંગ્લાદેશ સામે ડે નાઇટ ટેસ્ટમાં ધોની કોમેન્ટ્રી કરશે કે નહીં તે મુદ્દે બીસીસીઆઈ તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો - વિરાટ એકસમયે પિતા સાથે સ્કૂટર પર ફરતો હતો, આજે ઘરે ઉભી છે કરોડોની ગાડીઓ

ડે નાઇટ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ સત્રનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી તેવી પણ યોજના છે. પ્રશંસકો મફતમાં ભારતની પ્રેક્ટિસ જોઈ શકશે તેવી વ્યવસ્થા રાખવામાં આવી શકે છે.
First published: November 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...