આઈસીસીએ ધોનીની પ્રશંસા કરી, કહ્યું - ધોનીએ ભારતીય ક્રિકેટને બદલી નાખ્યું

આઈસીસીએ ધોનીની પ્રશંસા કરી, કહ્યું - ધોનીએ ભારતીય ક્રિકેટને બદલી નાખ્યું

વીડિયોની શરુઆતમાં ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરથી થાય છે. તે ધોનીને મિસ્ટર કૂલ કહીને સંબોધિત કરે છે

 • Share this:
  ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 7 જુલાઈએ પોતાનો 38મો જન્મ દિવસ મનાવશે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસીએ શનિવારે ધોનીની પ્રશંસા કરી હતી. આઈસીસીએ કહ્યું હતું કે ધોની એ વ્યક્તિ છે જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે.

  આઈસીસીએ એક વીડિયો ટ્વિટ કર્યો છે. જેમાં કહ્યું છે કે એક એવું નામ જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે. એક એવું નામ જે દુનિયાભરમાં લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. એક એવું નામ જે નિર્વિવાદનું રુપ છે, મહેન્દ્રસિંહ ધોની ફક્ત એક નામ જ નથી. આ ક્લિપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલર જસપ્રીત બુમરાહ પણ વાત કરી રહ્યા છે કે ધોનીએ તેની ક્રિકેટ કારકિર્દીમાં ખાસ ફાળો આપ્યો છે.

  આ પણ વાંચો - નિવૃત્તિની અટકળો વચ્ચે ધોની બોલ્યો - મને જ ખબર નથી ક્યારે નિવૃત્તિ લઇશ

  કોહલીએ કહ્યું છે કે કોઇ વ્યક્તિ વિશે જે તમે તેને બહારથી જોવો છો તેના કરતા કેટલીક બાબતો ઘણી અલગ હોય છે. તે હંમેશા શાંત અને ધૈર્યવાન રહે છે. તેની પાસે ઘણું શીખી શકાય છે. તે મારો કેપ્ટન હતો અને હંમેશા મારો કેપ્ટન રહેશે. અમારી એકબીજાની સમજણ ઘણી શાનદાર રહી છે. હું હંમેશા તેની સલાહ ધ્યાનથી સાંભળું છું.  બુમરાહે કહ્યું હતું કે જ્યારે હું 2016માં આવ્યો તો તે મારા કેપ્ટન હતા. ટીમ ઉપર તેનો સ્પષ્ટ પ્રભાવ છે અને તે હંમેશા મદદ માટે તૈયાર રહે છે. વીડિયોની શરુઆતમાં ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરથી થાય છે. તે ધોનીને મિસ્ટર કૂલ કહીને સંબોધિત કરે છે. બટલર કહે છે કે ધોની હંમેશા તેનો આદર્શ છે. ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ પણ ધોનીની પ્રશંસા કરીને કહે છે કે કોઈ પણ તેની બરોબરી કરી શકે નહીં.
  Published by:Ashish Goyal
  First published: