ધોનીએ વોટ્સનને ગણાવ્યો 'શોકિંગ', મુંબઈવાસીઓને સ્પેશ્યલ થેંક્સ

News18 Gujarati
Updated: May 28, 2018, 11:27 AM IST
ધોનીએ વોટ્સનને ગણાવ્યો 'શોકિંગ', મુંબઈવાસીઓને સ્પેશ્યલ થેંક્સ

  • Share this:
ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એકવાર ફરીથી ટીમને આઈપીએલમાં ચેમ્પિયન બનાવી દીધી. ચેન્નાઈએ બે વર્ષ પ્રતિબંધ સહન કર્યા બાદ કમબેક આઈપીએલની ફાઈનલમાં હૈદરાબાદને 8 વિકેટથી માત આપી. ચેન્નાઈ ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બન્યું અને આ સાથે જ સૌથી વધારે જીતની બાબતમાં મુંબઈની બરાબરી પણ કરી લીધી.

ટીમ સાથે જશ્ન મનાવ્યા બાદ ધોનીએ સમય કાઢીને આ ખાસ જીતને પોતાની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે પણ સેલીબ્રેટ કરી હતી. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા લખ્યું છે કે, 'સપોર્ટ માટે બધાનો આભાર અને ખાસ કરીને મુંબઈનો. શેન 'શોકિંગ', વોટ્સને પોતાની હેરાન કરનારી ઈનિંગથી અમને જીત સુધી પહોંચાડ્યા. આઈપીએલની આ સિઝનનો અંત સારો થયો. જીવાને ટ્રોફીથી કોઈ જ મતલબ નથી, તે માત્ર પાર્કમાં દોડવા માંગે છે.'
બે વર્ષ પછી લીગમાં વાપસી કરનાર ચેન્નાઈની આ ત્રીજી ખિતાબી જીત છે. આનાથી પહેલા તે 2010 અને 2011માં ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે. આ સાથે જ તે સૌથી વધારે આઈપીએલ ખિતાબ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની બરાબર પહોંચી ગઈ છે. બંને ટીમોના નામે સૌથી વધારે ત્રણ-ત્રણ ખિતાબ છે.

અહી ચેન્નાઈની સાતમી આઈપીએલ ફાઈનલ હતી અને તેના કેપ્ટન ધોનીની આઠમી. ચેન્નાઈને આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંથી એક માનવામાં આવે છે કેમ કે, તેને નવ સિઝન રમી છે અને બધી જ વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે.
First published: May 28, 2018, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading