Home /News /sport /હવે IPLને પણ ગુડ બાય કહેશે ધોની, BCCI સોંપી શકે છે મોટી જવાબદારી

હવે IPLને પણ ગુડ બાય કહેશે ધોની, BCCI સોંપી શકે છે મોટી જવાબદારી

IPL ને પણ અલવિદા કહેશે ધોની?

ભારત 9 વર્ષથી ICC ટ્રોફી જીતી શક્યું નથી. હવે IPL 2023 બાદ ધોની રિટાયર લઈ ટીમ ઈન્ડિયામાં કોઈ મોટી જ્વાબદારી નિભાવે તેવી શક્યતા છે.

    IPL 2023: MS ધોની (MS Dhoni) માત્ર ભારતના જ નહીં, પરંતુ વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. 2019 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. વનડે સિવાય તેણે ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પણ અપાવ્યો છે.

    ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પછી ટીમ અત્યાર સુધી T20નું બીજું ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ટુર્નામેન્ટની 8મી સિઝન યોજાઈ હતી. અહીં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી શકી ન હતી અને સેમિફાઇનલમાં હારીને બહાર ફેંકાઇ ગઇ હતી.

    ધોનીએ કેપ્ટન તરીકે 2011માં ODI વર્લ્ડ કપમાં પણ ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું. ધોનીએ વિનિંગ સિક્સ પણ ફટકારી હતી. આ પહેલા ભારતે 1983માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. એટલે કે તેણે ભારતીય ટીમની વિજય માટેનો 28 વર્ષની રાહનો અંત આણ્યો હતો.

    41 વર્ષીય ધોનીએ 2013માં ભારતને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ અપાવ્યું હતું. T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતનાર તે વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે. ટેલિગ્રાફના સમાચાર મુજબ, ધોની IPL 2023 પછી સક્રિય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે.

    ધોનીના નિવૃત્તિ બાદ BCCI તેને મહત્વની ભૂમિકા આપી શકે છે. ગત વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન પણ તે ટીમ સાથે જોડાયેલો હતો. આવી સ્થિતિમાં બોર્ડ ફરી એકવાર ધોનીને નવી જવાબદારી આપવા પર વિચાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત 9 વર્ષથી ICC ટ્રોફી જીતી શક્યું નથી.

    પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી અનિલ કુંબલેએ T20 વર્લ્ડ કપમાં હાર બાદ કહ્યું હતું કે મર્યાદિત ઓવરો અને ટેસ્ટ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન હોવા જોઈએ. ત્યારે ધોની ટી-20 અને વનડે ટીમ સાથે જોડાઈ શકે છે. ધોની 500થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે.

    આ પણ વાંચો: વિવાદ: આગામી T20 વર્લ્ડ કપમાં નથી જોઈતા કેટલાક સિનિયર ખિલાડીઓ, સેહવાગે કહ્યું કેવી ટીમ જોઈએ

    IPL 2022ની વાત કરીએ તો ધોનીએ T20 લીગની શરૂઆત પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી. રવિન્દ્ર જાડેજાને આ જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે પણ કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી ધોનીને ફરીથી ટીમની કમાન મળી હતી.



    આઈપીએલની છેલ્લી સિઝનથી ટીમોની સંખ્યા 8થી વધીને 10 થઈ ગઈ છે. ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને તક મળી હતી. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે તેની પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ સૌથી વધુ વખત T20 લીગ ટાઈટલ જીત્યું છે, જ્યારે CSK 4 વખત જીત્યું છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, Dhoni, Dhoni Retirement, Ipl live, MS Dhoni Retirement

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन