ધોનીના એક ફોટાએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, પ્રશંસકો થયા દિવાના

ધોનીના એક ફોટાએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, પ્રશંસકો થયા દિવાના

38 વર્ષનો ધોની એકદમ ફિટ છે

 • Share this:
  એમએસ ધોનીને ક્રિકેટનો સૌથી મોટો ફિનિશર માનવામાં આવે છે. આ સાથે તે પોતાની ફિટનેસ માટે પણ પ્રખ્યાત છે. હાલ ધોની કાશ્મીરમાં ભારતીય સેના સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે. આવા સમય તેની એક તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. જે પ્રશંસકોને ઘણી પસંદ આવી રહી છે. આ તસવીરમાં ધોનીના કાફ (પિંડલી) મસલ્સ જોવા મળી રહ્યા છે. ધોનીના મસલ્સના કટ્સ ઘણા શાર્પ અને મજબુત લાગી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ધોની પગના આ મજબૂત મસલ્સના કારણે જ વિકેટ વચ્ચે સારી રીતે રનિંગ કરી શકે છે.

  38 વર્ષનો ધોની ઘણો ફિટ
  ધોનીને વિકેટો વચ્ચે સૌથી સારો રનર કહેવામાં આવે તો તેમાં કશું જ ખોટું નથી. ધોની વિકેટો વચ્ચે રનિંગના મામલે ટીમ ઇન્ડિયામાં જ નહીં દુનિયામાં નંબર 1 માનવામાં આવે છે. કેપ્ટન કોહલી ધોનીની રનિંગની પ્રશંસા કરે છે. ધોનીની દોડના ઘણા વીડિયો પર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 38 વર્ષનો ધોની એકદમ ફિટ છે.

  આ પણ વાંચો - જમ્મુ કાશ્મીરમાં રહેતા આ ક્રિકેટરના પરિવારની રક્ષક બની સેના

  આ તસવીરમાં ધોનીના કાફ (પિંડલી) મસલ્સ જોવા મળી રહ્યા છે


  એક બેસ્ટ એથ્લીટના પગના સ્નાયુયો ઘણા મજબુત હોવા જરુરી છે અને ધોની આ મામલે પરફેક્ટ છે. બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ ધોનીના થાઇ મસલ્સ (જાંઘના સ્નાયુયો)ની પ્રશંસા કરી ચૂક્યો છે. ધોની પોતાના મજબુત મસલ્સના દમ ઉપર જ સારી રનિંગ કરે છે. સાથે મોટા શોટ રમવાની તાકાત પણ પગથી જનરેટ થાય છે. ધોની પગના મજબુત સ્નાયુઓના કારણે ક્યારેય અનફિટ થતો નથી.
  Published by:Ashish Goyal
  First published: