Home /News /sport /

MS Dhoniએ ખરીદી કસ્ટમ બીલ્ટ Yamaha RD350, જાણો કેટલી સેકન્ડમાં પહોંચે છે 0-100ની સ્પીડે

MS Dhoniએ ખરીદી કસ્ટમ બીલ્ટ Yamaha RD350, જાણો કેટલી સેકન્ડમાં પહોંચે છે 0-100ની સ્પીડે

MS Dhoni News Bike : મહેન્દ્રસિંઘ ઘોનીના ગેરેજમાં નવી કસ્ટમબીલ્ટ બાઇકનો ઉમેરો થયો છે.

ધોનીના ગેરેજમાં દુનિયાભરની લોકપ્રિય કાર અને મોટરસાઇકલ છે અને આ કલેક્શનમાં નવી કસ્ટમ બિલ્ટ વિન્ટેજ બાઇક યામાહા આરડી 350 (Yamaha RD350)નો ઉમેરો થયો છે

    MS Dhoni Bike collection : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો બાઈક પ્રત્યેનો પ્રેમ કોઈથી અજાણ્યો નથી. ધોની પાસે લકઝરી કાર (Luxury cars) અને બાઈક (Bikes)નો કાફલો છે. તેના ઘરમાં રહેલી મોંઘી અને વિન્ટેજ કાર - બાઇક (Vintage Car and bikes)ની તસવીરો સમયાંતરે આપણી સામે આવે છે. ધોનીના ગેરેજમાં દુનિયાભરની લોકપ્રિય કાર અને મોટરસાઇકલ છે અને આ કલેક્શનમાં નવી કસ્ટમ બિલ્ટ વિન્ટેજ બાઇક યામાહા આરડી 350 (Yamaha RD350)નો ઉમેરો થયો છે

    ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેટ પર ફરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ધોનીએ બે આરડી 350 ખરીદ્યા હોવાનો દાવો થતો હરો. પરંતુ, સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં પુષ્ટિ આપવામાં આવી છે કે, તેણે માત્ર 1 બાઈક લીધી છે. આ બાઈકને રિસ્ટોરેશનના એક્સપર્ટ ગણાતા સૈયદ જાદિર અને તેમની ટીમે Wyldcatzbikes ખાતે બનાવી છે. આ બાઈકના કસ્ટમ પાછળ દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હોવાનું જાણવા મળે છે.

    યુ.એસ. સ્પેસિફિકેશન સાથે બનાવવામાં આવી

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ધોનીને નજીકના મિત્ર મારફતે આ બાઈક અંગે જાણ થઈ હતી અને ત્યારબાદ તે સૈયદના સંપર્કમાં આવ્યો હતો. યામાહા આરડી 350ને યુ.એસ. સ્પેસિફિકેશન સાથે બનાવવામાં આવી છે.

    આ પણ વાંચો : MS Dhoni પોતાના 'હની' સાથે ચા પીતો 'પકડાયો' પત્ની સાક્ષીએ જ શેર કરી તસવીર

    આ બાઈક ભારતમાં વેચાતા રાજદૂત કરતા એકદમ અલગ છે. યામાહા આરડી 350 તે સમયની સૌથી ઝડપી મોટરસાયકલ હતી. છઠ્ઠા ગિયરમાં તેની ટોપ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જતી હતી. આરડી 350 માત્ર 7 થી 8 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે છે, જે તે સમય માટે ખૂબ ઝડપી હતી.

    મેકેનિકલ અને એન્જીનના નિષ્ણાંતોની ટીમે રીસ્ટોર કરી

    આ બાઈકને મેકેનિકલ અને એન્જીનના નિષ્ણાંતોની ટીમે રીસ્ટોર કરી છે. આ બાઈક પર ઓલ-ન્યૂ પેઇન્ટને કોમ્પિટિશન ગ્રીન કહેવામાં આવે છે અને તે સફેદ સાથે ભભકાદાર કોન્ટ્રસ્ટ લાગે છે. પરિણામે મોટરસાયકલને પ્રીમિયમ ટોન મળે છે. સૈયદ કહે છે કે, ધોનીનો ઓટોમોબાઇલ્સ પ્રત્યેનો જુસ્સો મંત્રમુગ્ધ કરે છે અને તેના માટે સ્પેશિયલ બિલ્ડ પર કામ કરવાની તક મેળવવાની આશા રાખું છું.

    આ પણ વાંચો :  IPL Retention : IPL 2022માં જોવા મળશે મોટો ફેરબદલ, કે.એલ.રાહુલથી લઈને હાર્દિક જોવા મળશે નવી ટીમમાં

    ધોનીનું બાઇક કનેક્શન 

    ઉલ્લેખનીય છે કે, ધોની પાસે કાવાસાકી, ડુકાટી, હાર્લી ડેવિડસન, યામાહા, રોયલ એનફિલ્ડ સહિત અનેક લોકપ્રિય કંપનીઓની વિન્ટેજ અને સુપરબાઇક્સ છે. તેની પાસે રોલ્સ રોયસ, પોર્શે, બીએમડબલ્યુ, મર્સિડીઝ, ફેરારી, હેમર, જીપ સહિત અન્ય ઘણી કંપનીઓની મોંઘી કાર પણ છે.
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन