ચેન્નાઈની હાર છતાં ધોનીનું નામ નોંધાયું રેકોર્ડ બૂકમાં, કર્યો ખાસ કરિશ્મા

News18 Gujarati
Updated: May 19, 2018, 1:46 PM IST
ચેન્નાઈની હાર છતાં ધોનીનું નામ નોંધાયું રેકોર્ડ બૂકમાં, કર્યો ખાસ કરિશ્મા

  • Share this:
પ્લેઓફની દોડમાં પહેલાથી બહાર થઈ ચૂકેલ ડેયરડેવિલ્સે શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને 34 રનોથી હરાવીને અપસેટ સર્જી દીધો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં સંઘર્ષ બાદ પાંચ વિકેટ પર 162 રન બનાવી લીધા હતા. પરંતુ ચેન્નાઈ આ સરળ પડકારને મેળવી શક્યો નહતો અને બધી મેચો રમ્યા બાદ છ વિકેટ પર 128 રન જ બનાવી શકી હતી.

આ જીતથી દિલ્હીને કોઈ ફાયદો તો થયો નહી પરંતુ તેને ચેન્નાઈને પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે જતાં રોકી દીધી હતી. ચેન્નાઈ હાલમાં બીજા નંબરે છે. આ ચેન્નાઈની આ સિઝનમાં પાંચમી હાર છે અને દિલ્હીની ચોથી જીત છે.

એલિટ ક્લબમાં સામેલ થયો ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સ ભલે આ મુકાબલો હારી ગઈ, પરંતુ કેપ્ટન ધોનીનું નામ રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયું છે. ધોનીએ આ મેચમાં ટી20 ક્રિકેટમાં 6000 રન પૂરા કરી નાંખ્યા છે. આ મેચ બાદ હવે તેમના નામે 6007 રન થઈ ગયા છે. આ સ્થાન મેળવનાર તેઓ પાંચમાં ભારતીય ખેલાડી બની ગયા છે. આ લિસ્ટમાં સુરેશ રૈનાનું નામે ટોપ પર છે.

1. સુરેશ રૈના 288 મેચોમાં 7708 રન
2. વિરાટ કોહલી 241 મેચોમાં 7621 રન3. રોહિત શર્મા 283 મેચોમાં 7303 રન
4. ગૌતમ ગંભીર 251 મેચોમાં 6402 રન
5. મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધારે મેચો 290 મેચો રમીને 6007 રન પોતાના નામે નોંધાવ્યા
First published: May 19, 2018
વધુ વાંચો
अगली ख़बर