ગીત ગાવાનો પ્રયત્ન કરતા મહેન્દ્રસિંહ ધોનીનો આ Video થઈ રહ્યો છે Viral

ગીત ગાવાનો પ્રયત્ન કરતા મહેન્દ્રસિંહ ધોનીનો આ Video થઈ રહ્યો છે Viral

મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીએ હાલમાં જ પોતાના ખાસ મિત્રો માટે એક સ્પેશ્યલ પાર્ટી રાખી

 • Share this:
  રાંચી: મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) અને તેની પત્ની સાક્ષી ધોનીએ (Sakshi Dhoni)હાલમાં જ પોતાના ખાસ મિત્રો માટે એક સ્પેશ્યલ પાર્ટી રાખી હતી. આ પાર્ટીની કેટલીક Inside તસવીરો બહાર આવી છે. જેમાં ધોની અને તેની પત્ની સાક્ષી મિત્રો સાથે ઘણા મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે. આ પાર્ટીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની ગીત ગાતો જોવા મળી રહ્યો છે.

  આ વીડિયોમાં ધોની હાથમાં માઇક પકડીને ‘જબ કોઈ બાત બિગડ જાએ..’ગીત ગાતો જોવા મળે છે. તેને સાંભળતા જ તમે સમજી જશો કે બીજી જ લાઇનમાં તે બેસુરો થઈ ગયો છે. જોકે આમ છતા પણ તેના પ્રશંસકોને તેનો આ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે. માહી પછી તેનો મિત્રો ગીત ગાવાનો પ્રયત્ન કરે છે તો તે એવું ગાય છે કે વીડિયોમાં રહેલા દરેક વ્યક્તિ હસવા લાગે છે.
  આ પણ વાંચો - BCCI ઑફિસમાં આવે છે ફોન - પ્લીઝ, ધોનીને નિવૃત્તિ ના લેવા દેતા

  રાંચીમાં થયેલી આ પાર્ટીમાં સાક્ષીની મિત્ર એટલે કે ટીવી પ્રોડ્યુસર નીતિ અને પ્રીતિ સિમોન અને પંજાબનો પ્રસિદ્ધ સિંગર-એક્ટર જસ્સી ગિલ પણ જોવા મળે છે. આ પાર્ટીમાં બધા ઘણા મસ્તીના મૂડમાં જોવા મળે છે.

  38 વર્ષનો મહેન્દ્રસિંહ ધોની ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. જુલાઈમાં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપમાં ભારતનો સેમિ ફાઇનલમાં પરાજય થયા પછી ધોની ક્રિકેટ રમી રહ્યો નથી. તે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયો ન હતો અને આ પછી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે શ્રેણીમાં પણ રમ્યો ન હતો.
  Published by:Ashish Goyal
  First published: