Home /News /sport /

IPL 2018 : આખી ટૂર્નામેન્ટ દરમિયાન કઈ વાતથી મૂંઝવણમાં રહ્યો ધોની!

IPL 2018 : આખી ટૂર્નામેન્ટ દરમિયાન કઈ વાતથી મૂંઝવણમાં રહ્યો ધોની!

    આઈપીએલના 11મી સિઝનમાં બે વર્ષ પછી વાપસી કરી રહેલ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સે પોતાના પ્રદર્શનથી દુનિયાને પ્રભાવિત કરી દીધી છે. સીએસકેએ રેકોર્ડ બનાવતા સાતમી વખત ફાઈનલમાં જગ્યા બનાવીને હૈદરાબાદ સાથે ટક્કર લેવાની તૈયારીમાં છે. આ આખી સિઝનમાં ટીમે ખુબ જ સચોટ રણનીતિ સાથે રમત દર્શાવી છે પરંતુ કેપ્ટન ધોની સહિત આખી ટીમ મેનેજમેન્ટના મનમાં એક ટેન્શન હતો અને આખી સિઝનમાં ધોની મૂંઝવણમાં રહ્યો. ધોની પોતાના ટીમના ખેલાડીઓની ઉંમરને લઈને આખી સિઝન ટેન્શનમાં રહ્યો.

    આઈપીએલમાં ક્રિકેટરોના ઓક્શન બાદ ચેન્નાઈની જે ટીમ બની હતી, તેમાં સૌથી વધારે ખેલાડી 30 વર્ષની ઉંમરને વટાવી ચૂક્યા છે અને આ કારણે ધોનીની ટીમને 'બુઝૂર્ગોની ટીમ' પણ કહેવામાં આવતી હતી. ફાઈનલ મેચ પહેલા ધોનીએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે, ખેલાડીઓની ઉંમર તેમના માટે ચિંતાનો વિષય હતી અને આખી સિઝન તેમનું મગજ તેના જ વિચારમાં રહ્યું કે, કેવી રીતે પોતાની ટીમની તાકતને ચતુરાઈ સાથે યથાવત રાખવી છે.

    ધોનીનું કહેવું છે કે, "પોતાની ટીમની એજ ગ્રુપ અમારા માટે ચિંતાનો વિષય હતી. અમારી કોશિશ હતી કે, કેવી રીતે બધા જ ખેલાડીઓને ફિટ રાખવામાં આવે. અમને અમારા બધા જ રિસોર્સેજને ચાલું રાખવા હતા અને અમારી કોશિશ હતી કે, જ્યારે અમે અંતિમ રાઉન્ડમાં હોઈએ ત્યારે અમારા બેસ્ટ 11 ખેલાડી સેલેક્શન માટે ઉપલબ્ધ રહે"

    આ સિઝનમાં ચેન્નાઈની ટીમની એવરેજ ઉંમર 34.4 છે, જ્યારે સૌથી વધારે છે. 36 વર્ષનો ધોની, 32 વર્ષનો અંબાતી રાયડૂ, 31 વર્ષનો સુરેશ રૈના, 34 વર્ષનો બ્રાવો 37 વર્ષનો શેન વોટ્સન અને 37 વર્ષનો હરભજનસિંહને આ ટૂર્નામેન્ટમાં એવી રીતે ઉપયોગમાં લેવામાં આવ્યો કે, ફાઈનલ મુકાબલા સુધી બધા જ ખેલાડીઓની ફિટનેસ સારી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: CSK, CSK Vs SRH, Ms dhoni, Sports news

    આગામી સમાચાર