ઋષભ પંતનું મોટું નિવેદન, સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ નથી જણાવતો એમએસ ધોની

News18 Gujarati
Updated: May 2, 2020, 6:19 PM IST
ઋષભ પંતનું મોટું નિવેદન, સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ નથી જણાવતો એમએસ ધોની
ઋષભ પંતનું મોટું નિવેદન, સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ નથી જણાવતો એમએસ ધોની

ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લીધા પછી ઋષભ પંતને સતત તક આપવામાં આવી છે

  • Share this:
નવી દિલ્લી : મહેન્દ્ર સિંહ ધોનીને (MS Dhoni) પોતાના માર્ગદર્શક ગણાવતા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) કહ્યું કે વિશ્વ કપ વિજેતા કેપ્ટન પોતાની રીતે યુવા ખેલાડીઓને મદદ કરે છે. પરંતું કોઈ સમસ્યાનું સંપૂર્ણ સમાધાન જણાવવાના બદલે પોતાને સમસ્યા શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. પંત (Rishabh Pant)ને ધોનીનો (MS Dhoni)ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે, પરંતુ સીમિત ઓવરોના ફોર્મેટમાં લોકેશ રાહુલે (KL Rahul) તેનું સ્થાન લઈ લીધું છે. જેનાથી આ યુવા ખેલાડીને અંતિમ ઇલેવનમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ધોનીને પંત પોતાનો સૌથી મોટો માર્ગદર્શક માને છે

પંતે ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) પોતાની ટીમ દિલ્લી કેપિટલ્સની (Delhi Capitals) સાથે ઇંસ્ટાગ્રામ પર વાતચીતમાં કહ્યું કે તે મેદાનની અંદર અને બહાર મારા માર્ગદર્શક જેવા છે. હું કોઈપણ સમસ્યાના સમાધાન માટે તેમનો સંપર્ક કરી શકું છું પણ તે મને ક્યારેય પણ સંપૂર્ણ સમાધાન કરી આપતા નથી. આવું એટલા માટે પણ છે કારણ કે હું સંપૂર્ણ રીતે તેમની પર નિર્ભર ના રહું. તે ફક્ત સંકેત આપે છે ,જેનાથી મને સમસ્યાના ઉકેલમાં મદદ મળે છે. તે બેટિંગમાં મારા મનપસંદ જોડીદારોમાંથી એક છે. જોકે તેમની સાથે બેટિંગની તક ઓછી મળે છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 (Covid-19) મહામારીના કારણે આઈપીએલને (IPL) અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચો - લૉકડાઉન વચ્ચે ખેલાડીઓએ ઉઠાવી નવી જવાબદારી, મેદાન છોડી ખેતરમાં કરી રહ્યા છે કામ

ધોની પછી પંતને આપવામાં આવી રહી છે તક

ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લીધા પછી ઋષભ પંતને સતત તક આપવામાં આવી છે. સિલેક્ટર્સ ઘણી વાર કહી ચૂક્યા છે કે પંતને બેક કરવા માંગે છે. જોકે પંત માટે ટીમમાં સ્થાન બનાવવું હવે મુશ્કેલ થતુ જઈ રહ્યું છે. ટીમના બેટ્સમેન કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર વિકેટકીપિંગ કરી હતી જેના કારણે પંતનું સ્થાન મુશ્કેલીમાં પડી ગયું છે.પંતે તેની કારકિર્દીમાં 13 ટેસ્ટ, 16 વનડે અને 27 ટી-20 રમ્યો છે. પંતે પોતાના શરુઆતના દિવસોને યાદ કરીને કહ્યું કે તે રાત્રે 2 વાગ્યે દિલ્લી જવા માટે બસ પકડતો હતો. આ દરમિયાન તેમણે તે સીનિયર ખેલાડીના નામ લીધા જેમણે પંતને તેની કારકિર્દીમાં મદદ કરી હતી. એમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, ધોની, યુવરાજ સિંહ અને સુરેશ રૈના સામેલ છે.
First published: May 2, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading