કોરોના વાયરસના કારણે ટેન્ટમાં રહેવા મજબૂર છે આ ક્રિકેટર, કહ્યું - બધુ નષ્ટ થઈ ગયું

News18 Gujarati
Updated: May 9, 2020, 4:05 PM IST
કોરોના વાયરસના કારણે ટેન્ટમાં રહેવા મજબૂર છે આ ક્રિકેટર, કહ્યું - બધુ નષ્ટ થઈ ગયું
કોરોના વાયરસના કારણે ટેન્ટમાં રહેવા મજબૂર છે આ ક્રિકેટર, કહ્યું - બધુ નષ્ટ થઈ ગયું

ખેલાડીના પિતા ગ્રાઉન્ડ મેન છે. જે ક્લબ મેચ અને કેમ્પ દરમિયાન થનાર મેચો માટે કામ કરીને પૈસા કમાય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસના કારણે તેમની પાસે કોઈ કામ નથી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઘણી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ અને લીગ સ્થગિત થઈ ચૂકી છે. આઈપીએલને (IPL)ને બીસીસીઆઈએ (BCCI)અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે. ભારતમાં ઘરેલું ક્રિકેટર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પર કોરોના વાયરસની આર્થિક રીતે વધારે અસર થઈ નથી. જોકે કેટલાક એવા ખેલાડી પણ છે જે ઘરેલું લીગમાં રમીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કોરોના વાયરસના કારણે ઠપ પડેલા ક્રિકેટે આવા ક્રિકેટરના જીવનને ઘણું મુશ્કેલ બનાવી દીધું છે. આવો જ એક દાખલો છે મુંબઈના અંડર 23 ક્રિકેટર સલમાન ખાનનો (Salman Khan)છે, જે હાલના દિવસોમાં પોતાના પરિવાર સાથે ટેન્ટમાં રહે છે.

21 વર્ષનો સલમાન ખાન મુંબઈના (Mumbai) ક્રોસ મેદાન પાસે બનેલા ટેન્ટમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેના પિતા ગ્રાઉન્ડ મેન છે. જે ક્લબ મેચ અને કેમ્પ દરમિયાન થનાર મેચો માટે કામ કરીને પૈસા કમાય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસના કારણે તેમની પાસે કોઈ કામ નથી. સલમાન ખાને ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્ષે હું મુંબઈ પ્રીમિયર લીગમાં આકાશ ટાઇટર તરફથી રમવાનો હતો. જેના તેને એક લાખ રુપિયા મળવાના હતા. તેને વિચાર કર્યો હતો કે આ પૈસાથી તે ભાડાના ઘરમાં શિફ્ટ થઈ જશે પણ હવે આ બધુ શક્ય નથી. આ યુવા બોલરે કહ્યું કે જો એમપીએલ રમાઈ હોત તો હું પોતાના પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેવા ચાલ્યો ગયો હોત પણ બિમારીએ બધુ નષ્ટ કરી નાખ્યું છે. મારી પાસે કોઈ નોકરી નથી અને મારા બચેલા પૈસા પણ ખતમ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - ક્રિકેટ જગત માટે ખુશખબરી, નવા નિયમો સાથે મે મહિનાના અંતમાં શરુ થશે ટ્રેનિંગ!

BCCIએ કેન્દ્રીય અનુબંધિત ખેલાડીઓની ક્વાર્ટરની બાકી રકમ આપી દીધી છે. બોર્ડનું કહેવું છે કે કોવિડ-19(Covid-19)ના કારણે બનેલી અનિશ્ચિતતા છતા કોઈને પરેશાન થવા દઈશું નહીં. હાલના સમયે ઘણા ખેલાડીઓના પગાર કાપવામાં આવી રહ્યા છે તો ક્યાંક સ્ટાફને બહાર કરવામાં આવી રહ્યા છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધી આઈપીએલ થવી જરુરી છે કારણ કે જો આ નહીં થાય તો બધા શેરધારકોએ આર્થિક નુકસાન ઉઠાવવું પડશે.
First published: May 9, 2020, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading