Home /News /sport /Motogp રેસ દરમિયાન કંપાવી દેનારી દુર્ઘટના, 19 વર્ષના રાઇડરનું દુખદ મોત, જુઓ Video

Motogp રેસ દરમિયાન કંપાવી દેનારી દુર્ઘટના, 19 વર્ષના રાઇડરનું દુખદ મોત, જુઓ Video

ટક્કર બાદ જેસન ડુપાસ્કિયર ઘણા ઉપર ઉછળીને નીચે પટકાયા. ડુપાસ્કિયરની મોટો3માં આ માત્ર ત્રીજી સીઝન હતી.

બીજા રાઇડર સાથે ટક્કર થતાં જેસન ડુપાસ્કિયર ઊંચે ઉછળીને નીચે પટકાયો, ટ્રેક પર જ થયું કરૂણ મોત

ઈટલી. મોટો ગ્રાંપી (moto gp) રેસ દરમિયાન એક અન્ય બાઇકથી જોરદાર ટક્કર થયા બાદ સ્વિત્ઝરલેન્ડના યુવા રાઇડર જેસન ડુપાસ્કિયર (Jason Dupasquier)નું મોત થયું છે. તે માત્ર 19 વર્ષના હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેઓ જિંદગીની જંગ હારી ગયા. મોટો ગ્રાંપીએ ટ્વીટર પર લખ્યું કે મોટો 3 ક્વાલિફાઇંગ બીજા સેશનમાં ગંભીર ઘટના બાદ અમે દુઃખી છીએ કે અમે જેસન ડુપાસ્કિયરને ગુમાવી દીધો છે. સમગ્ર મોટો ગ્રાંપી પરિવાર તરફથી અમે તેમની ટીમ, તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ.

મોટો ગ્રાંપીએ વધુમાં લખ્યું કે, જેસન તમે ખૂબ યાદ આવશો. બીજી તરફ, કૈરેગી હૉસ્પિટલે કહ્યું છે કે એફઆઇએમ મેડિકલ ઇન્ટરવેન્શન વાહન સાઇટ પર તાત્કાલિક પહોંચી ગયું હતું. એર લિફ્ટ કરીને હૉસ્પિટલ લઇ જતાં પહેલા ટ્રેક ખાતે જ તેમની તપાસ કરવામાં આવી હતી.
" isDesktop="true" id="1100995" >


આ પણ વાંચો, IPL 2021 Phase 2 Dates: 17 સપ્ટેમ્બરથી શરૂ થશે આઇપીએલનું બીજું ચરણ, 10 ઓક્ટોબરે ફાઇનલ!

મેડિકલ સ્ટાફે તેમને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા. ડુપાસ્કિયરની મોટો3માં આ માત્ર ત્રીજી સીઝન હતી. તેઓ રેસ દરમિયાન ટ્રેક પર અન્ય બાઇકર સાથે ટકરાઇ ગયા અને ઉછળીને ઘણે દૂર પટકાયા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો, રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત

ગ્રાંપી રેસના વિજેતા ફ્રાન્સના ફૈબિયો બન્યા. જોકે સાથી રાઇડરને ગુમાવવાના કારણે આ જીત બાદ તેઓ ઘણા ઇમોશનલ થઈ ગયા. સ્વિત્ઝરલેન્ડનો ઝંડો લહેરાવતા એક દર્શકે તેમને ઝંડો તેમને આપ્યો અને જેસનને શ્રદ્ધાંજલિ આપતાં પોતાના દેશનો ઝંડો લહેરાવવાના બદલે સ્વિત્ઝરલેન્ડનો ઝંડો લહેરાવ્યો. ડુપ્લાસ્કિયરની ટીમ પ્રુએસ્ટલે આ ઘટના બાદ રેસથી પોતાને અલગ કરી દીધી.
First published:

Tags: અકસ્માત, ક્રેશ, વાયરલ વીડિયો, સ્પોર્ટસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો