Home /News /sport /Mohammed Siraj: હોમગ્રાઉન્ડ સિરાજનો ગજબનો જુસ્સો જોવા મળ્યો, દીકરો વર્લ્ડકપ રમે તેવી માતાની ઇચ્છા
Mohammed Siraj: હોમગ્રાઉન્ડ સિરાજનો ગજબનો જુસ્સો જોવા મળ્યો, દીકરો વર્લ્ડકપ રમે તેવી માતાની ઇચ્છા
મોહમ્મદ સિરાજના માતા દીકરાના પ્રદર્શનથી ખુશ
IND Vs NZ, Mohammed Siraj: ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાં ભારતીય ટીમે ઝળહળતું પ્રદર્શન કર્યું છે. જેમાં શુભમન ગિલની સાથે મોહમ્મદ સિરાજની પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. સિરાજે 4 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું છે. BCCIએ સિરાજની માતાનો વીડિયો પણ શેર કર્યો છે.
ટીમ ઈન્ડિયા (Team India)એ વર્ષ 2023ની શાનદાર શરૂઆત કરી દીધી છે. રોહિત શર્મા (Rohit Sharma)ની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ (IND vs NZ) સામે જીત સાથે વન-ડે સિરીઝ (IND vs NZ)ની શરૂઆત પણ કરી છે. ભારતે પ્રથમ મેચમાં કિવી ટીમને 12 રને હરાવી હતી. શુભમન ગિલના 208 રન દ્વારા ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 349 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 50મી ઓવરના બીજા બોલ પર 337 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) પહેલીવાર પોતાના હોમગ્રાઉન્ડ હૈદરાબાદમાં રમી રહ્યો હતો. આ દરમિયાન મેચમાં ગ્રાઉન્ડ પર તે સામેની ટીમ પર જાણે કાળ બનીને તૂટી પડ્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
મેચ બાદ બીસીસીઆઈ (BCCI)એ મોહમ્મદ સિરાજની માતાનો એક વિડીયો (Siraj’s Mother) શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યાં છે કે તે ઈચ્છે છે કે તેનો પુત્ર સતત આવું જ શાનદાર પ્રદર્શન કરતો રહે અને વર્લ્ડ કપમાં પણ રમે. વિડીયોમાં સિરાજે કહ્યું હતું કે, "હું મારા હોમગ્રાઉન્ડ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. પરિવાર પણ અહીં આવ્યો છે. તેથી મને ખૂબ સારું લાગી રહ્યું છે.
આ પછી પોતાના મિત્ર અને ભાઈએ સિરાજના વખાણ કરતાં કહ્યું કે, આજે તેના બંને સપના પૂરા થયા છે. તેનું પહેલું સ્વપ્ન ભારત તરફથી રમવાનું હતું અને બીજું સ્વપ્ન હૈદરાબાદમાં રમવાનું હતું. તેના ભાઈએ કહ્યું કે, અમે ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા.
સિરાજના દાદી પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા
મોહમ્મદ સિરાજના દાદી પણ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમની માતાએ કહ્યું કે, મારી ઇચ્છા છે કે મારો પુત્ર આ રીતે ટીમ ઈન્ડિયાનું નામ રોશન કરતો રહે. આપને જણાવી દઇએ કે માઇકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે 150થી વધુ રનની ભાગીદારી કરીને મેચમાં ન્યૂઝીલેન્ડની વાપસી લગભગ કરી જ દીધી હતી, પરંતુ સિરાજે 46મી ઓવરમાં જ સેન્ટનરને આઉટ કર્યો હતો. એટલું જ નહીં સતત બે બોલમાં 2 વિકેટ પણ લીધી હતી. તેમજ 10 ઓવરમાં 39 બોલમાં એકપણ રન નહોતો થયો.
ઓસ્ટ્રેલિયામાં અપાવી હતી જીત
મોહમ્મદ સિરાજ 2020-21માં ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો. આ દરમિયાન તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પોર્ટ્સના કારણે તેઓ અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શક્યા નહોતા. પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં તેણે 5 વિકેટ લીધી હતી અને ભારતીય ટીમ આ મેચ 8 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ પછી ટીમે સીરીઝ પર 2-1થી કબજો કરીને ઇતિહાસ પણ રચ્યો હતો. સિરાજે સીરીઝમાં ભારત તરફથી સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી. 73 રન આપીને 5 વિકેટ તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
A perfect and eventful day for @mdsirajofficial, who played his first international game at his home ground and had his family watching him sparkle for #TeamIndia with the ball
મોહમ્મદ સિરાજના પ્રદર્શનને જોતાં તે વનડે વર્લ્ડકપમાં ટીમમાં એન્ટ્રી કરી શકે છે. શ્રીલંકા સામેની શ્રેણીમાં તેણે સૌથી વધુ 9 વિકેટ ઝડપી હતી. ત્રીજી વન ડેમાં તેણે 32 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ કારણે વિરોધી ટીમ માત્ર 73 રન જ બનાવી શકી હતી. તેણે અત્યાર સુધીમાં 20 વન ડેમાં 21ની એવરેજથી 37 વિકેટ ઝડપી છે. 32 રનમાં 4 વિકેટ એ શ્રેષ્ઠ પ્રદર્શન છે. ઇકોનોમી માત્ર 4.72 છે, જે ઘણી સારી છે. આ ઉપરાંત તે 2022 બાદ પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર