પાકિસ્તાનના ક્રિકેટરે ફરી માર્યા અંગ્રેજીમાં લોચા, ટ્વિટર પર ઉડી જોરદાર મજાક

ઉમર અકમલ ફરી એક વખત સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ટ્રોલ થયો

ઉમર અકમલે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાકને પોતાની માતા ગણાવી

 • Share this:
  કરાચી : પાકિસ્તાન બેટ્સમેન ઉમર અકમલ (Umar Akmal)માટે હાલ ખરાબ સમય ચાલી રહ્યો છે. હાલમાં જ ફિટનેસ ટેસ્ટ દરમિયાન કપડા ઉતારીને ચર્ચામાં આવેલા આ બેટ્સમેનને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ની એન્ટી કરપ્શન યૂનિટે પાકિસ્તાન સુપર લીગ શરુ થતા પહેલા નિલંબિત કરી દીધો છે. આ સાથે એ અટકળો પર જોર પકડવાનું શરુ કરી દીધું છે કે આ તેની કારકિર્દીનો અંત તો નથીને. આ સિવાય ઉમર અકમલ ફરી એક વખત સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ટ્રોલ થઈ રહ્યો છે. જેમાં તેણે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાકને પોતાની માતા ગણાવી હતી.

  પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન કોડની કલમ 4.7.1ના અંતર્ગત ઉમરને તાત્કાલિત પ્રભાવથી નિલંબિત કરી દીધો છે. પીસીબી એન્ટી કરપ્શન કોડ પ્રમાણે તપાસ પુરી ના થાય ત્યાં સુધી અકમલ કોઈપણ પ્રકારની ક્રિકેટ ગતિવિધીમાં સામેલ થઈ શકશે નહીં. ઉમર કયા મામલામાં દોષિત સાબિત થયો છે તે વિશે પીસીબીએ જાણકારી આપી નથી. ઉમર પાકિસ્તાન સુપર લીગમાં રમી શકશે નહીં.

  આ પણ વાંચો - રૈનાના દિલમાં આ અભિનેત્રી કરતી હતી રાજ, કોલેજના દિવસોમાં ડેટ પર લઇ જવા માંગતો હતો  ફિટનેસ દરમિયાન ઉતારી દીધા હતા કપડા
  ઉમર અકમલ ત્યારે વિવાદમાં આવ્યો હતો જ્યારે તેણે લાહોર સ્થિત પાકિસ્તાન નેશનલ ક્રિકેટ એકેડમીમાં એક ટ્રેનર સાથે ખરાબ વર્તૂણક કરી હતી. આ દરમિયાન તેણે પોતાના કપડા પણ ઉતારી દીધા હતા. ટ્રેનરે ઉમરની ફરિયાદ હેડ કોચ અને મુખ્ય પસંદગીકાર મિસ્બાહ ઉલ હકને કરી હતી. પીસીબીએ આની તપાસ કરવા કહ્યું હતું.  મધર ફ્રોમ અનધર બ્રધર
  ઉમર હાલ એક ટ્વિટને લઈને પણ મજાકનું પાત્ર બન્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક સાથે પોતાની તસવીર પોસ્ટ કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું હતું કે મધર ફ્રોમ અનધર બ્રધર. તેણે લખવું જોઈતું હતું બ્રધર ફ્રોમ અનધર મધર. આને લઈને ઉમરના અંગ્રેજીની મજાક ઉડાડવામાં આવી રહી છે.
  Published by:Ashish Goyal
  First published: