Home /News /sport /

આ અમદાવાદીના અથાક પ્રયત્નને કારણે મોટેરા સ્ટેડિયમ માત્ર 8 મહિના 13 દિવસમાં તૈયાર થયું હતું

આ અમદાવાદીના અથાક પ્રયત્નને કારણે મોટેરા સ્ટેડિયમ માત્ર 8 મહિના 13 દિવસમાં તૈયાર થયું હતું

મોટેરા સ્ટેડિયમ વર્ષ 1983માં બંધાયું હતું. જેની પાછળનો શ્રેય અમદાવાદના નામાંકીત ઉદ્યોગપતિને જાય છે

મોટેરા સ્ટેડિયમ વર્ષ 1983માં બંધાયું હતું. જેની પાછળનો શ્રેય અમદાવાદના નામાંકીત ઉદ્યોગપતિને જાય છે

અમદાવાદ : અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં 24 મી ફેબ્રુઆરીએ મેચ યોજાઈ હતી. એ જ દિવસે બપોરના સમયે સમાચાર આવ્યા કે હવે આ સ્ટેડિયમ હવે મોટેરા નહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામથી ઓળખાશે. આ સ્ટેડિયમ 1 લાખ 10 હજારની કેપિસિટી ધરાવે છે પણ શું તમને ખબર છે વાસ્તવમાં આ સ્ટેડિયમ વર્ષ 1983માં બંધાયું હતું. જેની પાછળનો શ્રેય અમદાવાદના નામાંકીત ઉદ્યોગપતિ મૃગેશ જયકૃષ્ણને જાય છે.

મૃગેશ જયકૃષ્ણએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતો કરતા એ સમયને યાદ કર્યો હતો જ્યારે સ્ટેડિયમને બાંધવામાં આવ્યું હતું. એ સમય 1983નો હતો. તેમણે કહ્યું કે આ સ્ટેડિયમ અને આજે તમારી હયાતીમાં બનેલું આ સ્ટેડિયમ બંનેમાં તફાવત છે પણ તેના નિર્માણ કામગીરીમાં જે મહેનત લાગી હતી તે આજે પણ મારી આંખ સામે તરી આવે છે. જ્યારે ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મેમ્બર તરીકે હતો ત્યારે એક ચર્ચા થવા લાગી કે ભવિષ્યમાં ટેસ્ટ મેચ અને બીજી મેચ કયાં રમાડી શકાય. મારા મનમાં વિચાર આવ્યો કે શા માટે અમદાવાદ નહીં? નિયમો મુજબ ટેસ્ટ મેચ તો ત્યાં જ રમાય જ્યાં જે તે એસોસિએશનનું પોતાનું સ્ટેડિયમ હોય. આવો આગ્રહ બીસીસીઆઇનો હતો અને એ સમયે ગુજરાતમાં કોઈ સ્ટેડિયમ ન હતું.

સવાલ : સૌ પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે યોજાઈ હતી?
મૃગેશ જયકૃષ્ણ : ક્રિકેટ બોર્ડનું ઇન્ટરનેશલ કેલેન્ડર હોય છે, એમ આઇસીસી બીસીસીઆઇની સાથે નક્કી કરી વેસ્ટ ઇન્ડીઝ ઇન્ડિયાની મેચ નવેમ્બર મહિનામાં અમદાવાદમાં રમાય એવું આયોજન થઈ ગયું હતું. જે અઢી વર્ષ પહેલાં નક્કી કર્યું હતું. એ વખતે અમદાવાદમાં કોઈ સ્ટેડિયમ ન હતું. અંદાજે 1982ના વર્ષમાં વિચાર કરતા કરતા નક્કી કર્યું કે ગુજરાત સરકારને કહીએ કે જગ્યા આપે. એ સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, અમરસિંઘ ચૌધરી અને પ્રબોધ રાવલની કમિટી હતી. તેમની સમક્ષ આ રજૂઆત કરી. એમને આ મોટેરા સ્ટેડિયમની જગ્યા નક્કી કરી આપી હતી.સવાલ: કેમ આખા અમદાવાદમાં મોટેરા જગ્યા પસંદ કરી ?
મૃગેશ જયકૃષ્ણ : અમને સરકારે કોઈ પસંદગી નહોતી આપી કે ક્યાં તમારે સ્ટેડિયમ બનાવવું છે ખબર નહીં કેવી કુબુદ્ધિ હશે કે એમને શું થયું કે કોતરો જેવી ભેંકાર જગ્યામાં સ્ટેડિયમ માટે અમે હા પાડી. તમને નવાઈ લાગશે કે અમે ગ્રાઉન્ડ લેવલ કરવા માટે સરકારની એજન્સીને બુલડોઝર માટે 26 લાખ રૂપિયા આપ્યા હતા. આ Task કપરું હતું પણ કોઈ જ ઓપ્શન ન હતો. અમે વિનંતી કરી કે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ આ બધા સ્થાને ત્યાની સરકારે ફાયનાન્શિયલ લીડ આપવામાં આવી તો અમને પણ કાંઇક હેલ્પ કરો. અમે લોન તો લઈ લીધી પણ ડર લાગતો કે સ્ટેડિયમ ના બન્યું તો શું થશે?

આ પણ વાંચો - દેશના 7 ક્રિકેટ સ્ટેડિયમ નેહરુ તો 4 ગાંધીના નામ પર, 52માંથી એકપણ સ્ટેડિયમ ક્રિકેટરના નામ પર નથી

સવાલ: કોન્ટ્રાક્ટ કોને આપ્યો અને આટલું મોટું સ્ટેડિયમ બનાવવા બજેટ કેવી રીતે ઉભુ થયું ?
મૃગેશ જયકૃષ્ણ : હું વિચાર કરું છું ત્યારે મને બોલતા પણ સંકોચ થાય છે કે કેવી રીતે આ સ્ટેડિયમ બન્યું. અમારી પાસે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની મજબૂત ટીમ હતી. અમે સૌથી પહેલું કામ એ કર્યું કે સૌથી સારામાં સારા કોન્ટ્રાક્ટર લીધા અને અમદાવાદના જાણીતા સ્ટ્રકચરલ એન્જિનિયર વી એમ એસ જાણીતા છે તેમની મદદ લીધી. એમની પાસે જેમને મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ બાંધેલું તેમને કોન્ટ્રાક્ટ આપ્યો. અમારી પાસે પૈસા ન હતા. બેંકમાં જઈએ તો પૂછતા કે શું છે તમારી પાસે? અમારી પાસે ખાડા અને કોતરો સિવાય કહી ન હતું. અમે સૌથી પહેલા 8 બોક્સ પ્રમોટ કર્યા. સાડા 4 લાખનું એક બોક્સ એ રીતે 29 લાખ ઊભા કર્યા અને ગુજરાત સરકારના કોર્પોરેશનને અમે ચૂકવ્યા હતા.સવાલ : કેવા રહ્યા માધવસિંહ સોલંકીના પ્રયાસ?
મૃગેશ જયકૃષ્ણ : ગુજરાતી હંમેશા દરેક વસ્તુને commercial રીતે પહેલા જુએ. અમને નવાઈ લાગી કે અમારે સ્ટેડિયમ એકલા હાથે બનાવવાનું છે. એ સમયે સ્ટેડિયમમાં જવું હોય તો રસ્તા ન હતા. એકદમ જંગલ જેવો વિસ્તાર ત્યાં કોઈ સ્ટ્રીટ લાઈટ પણ ન હતી .બહુ બધી ચેલેન્જ હતી. એક બાજુ સ્ટેડિયમ બાંધવાનું હતું અને બીજી બાજુ કોંગ્ર ના બે ભાગલા પણ હતા. જેમાં એક પક્ષને સ્ટેડિયમ જોઈતું હતું અને બીજા ને ન હોતું જોઈતું. કેટલાક લોકોએ ઘણા પ્રયત્ન કર્યા કે સ્ટેડિયમ બને નહીં. આજે હું ખરેખર કહું તો 8 થી 9 મહિનામાં મારો સમય સૌથી વધુ કોર્ટ કચેરીમાં કેસ લડવામાં થયો. ઘણા ઓછા લોકો જાણે છે કે સ્ટેડિયમ બનાવવામાં આપણા એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીનો મહત્વનો ફાળો છે. તેમણે રાત દિવસ એક કર્યા, તેમની જો મહેનત ના હોત તો આ સ્ટેડિયમ ઉભુ ના થયું હોત.

સવાલ : 1900 જેટલા કર્મચારીઓ એ તનતોડ મહેનત કરી
મૃગેશ જયકૃષ્ણ : કર્મચારીઓ કેટલા હતા તે તો અત્યારે નહીં કહી શકું પરંતુ અમે પહેલી મિટિંગમાં નક્કી કર્યું હતું કે આ ભારતમાં બનવાનું છે પણ જો કોઈ કર્મચારીઓ આવ જાવ કરે તો શું થાય. તેમાં નવેમ્બરમાં મેચ નક્કી થઈ ગઈ હતી અને લગભગ સાડા 8 મહિના અમારી સામે હતા. સૌથી મોટો ખતરો વરસાદ હતો એટલે એની તૈયારીઓ કેવી રીતે કરવી. અમે કોન્ટ્રાકટરને કહ્યું કે એવી તૈયારીઓ કરી આપો કે નાસ્તા. જમવાનું લંચ- ડિનર બધું સાઈટ પર કરી આપો. એ લોકો જગ્યા છોડીને જાય નહીં એ દિવસ પછી અખતરો કર્યો. ભગવાને મદદ કરી એક પણ દિવસ એવું ના બન્યું કે સ્ટ્રાઈક પડી કે પછી કામ રોકાઈ ગયું. જો ફરીવાર સ્ટેડિયમ બનાવવાનું કહેવામાં આવે તો એવું થાય કે નહીં તે ખબર નથી.

સવાલ : ક્યાં ક્રિકેટર નો સૌથી મહત્વનો ફાળો રહ્યો?
મૃગેશ જયકૃષ્ણ : ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં કર્મનિષ્ઠ કર્મચારીઓ હતા. કમિટી મેમ્બર ઓફિસ બેરેર એ રાત દિવસ આમાં કાઢ્યા છે. અમે ઓલ ઇન્ડિયા લેવલની એક્સપર્ટ કમિટી નીમેલી હતી એમાં પોલી ઉબરિકર, બિશન સિંઘ બેદી, નરી કોન્ટ્રાકટ ઇ એસ પ્રસન્ન બીજા એક બે જણા હતા. અમે ગોઠવેલું કે દર મહિને અહી આવે અને એ જુએ અને સલાહ સૂચના આપતા રહેતા કારણ કે અમારી માટે નવું હતું

સવાલ: સ્ટેડિયમ બનાવતી વખતે કોને શું જવાબદારી આપવામાં આવી ?
મૃગેશ જયકૃષ્ણ : જી જી દેસાઈ, સુરેન્દ્ર શર્મા, મિસ્ટર સાયગલ, આશુતોષ ભટ્ટ સહિતનો ઓલ રાઉન્ડર દેખાવ હતો. પ્રવીણ ભટ્ટને કિચનની જવાબદારી આપી. ઘરના પ્રસંગ હોય એમ કામ કરતા હતા.સવાલ: એ સમયે કોણ હતું ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ?
મૃગેશ જયકૃષ્ણ : જય ક્રિષ્ના હરી વલ્લભદાસ મારા ફાધર ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ હતા અને ક્રિકેટ એસોસિયેશન એ સ્ટેડિયમ નિર્માણ કમિટી બનાવી હતી. એ પહેલાં એમણે બુસ્ટ મળ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ આવ્યા અને એમને સ્ટેડિયમ નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. એ દિવસથી બધા અમને સિરિયસ લેવા લાગ્યા હતા.

સવાલ: કોઈ રાજવી પરિવારનો અનુભવ કામ લાગ્યો ?
મૃગેશ જયકૃષ્ણ : મહાનુભાવ તરીકે રાજસિહ ડુંગરપુરે ઘણી મદદ કરી. ખાલી ક્રિકેટર નહીં પણ રાજવી કુટુંબમાં આવતા હતા. એમના અનુભવ કામ લાગ્યા. દત્તાજી ગાયકવાડ મામાં ગોરપડે બરોડાથી એમને અનુભવ આપ્યા. સ્ટેડિયમ અને ડ્રેસિંગ રૂમમાં શું હોવું જોઈએ ક્રિકેટર માટે શું હોવું જોઈએ સ્ટેડિયમ બિરદાવ્યું જાણીતા લોકોના સલાહ સૂચનો હતા.

સવાલ : મદદ માટે પોલિટિકલ પાર્ટી સામે આવી?
મૃગેશ જયકૃષ્ણ : પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન ક્રિકેટ સ્ટેડિયમમાં તો ઠીક પણ પોલિટિકલ પાર્ટીનું ફૂટબોલ બની ગયેલા. મદદ કોણ કરશે ત્યાંથી જઈએ તો અહી મદદ કરશે એમ થતું. આ સંજોગોમાં બધાને સાથે રાખીને ચાલવાનું હતું. દર 4 દિવસ સુધી વિચાર આવે કે થશે કે નહીં. અડધું થયું એટલે મેન્ટલી થતું કે આ અધૂરું રહ્યું તો પૈસા કેવી રીતે ચૂકવાશે અને અધૂરું સ્ટેડિયમ કોણ લેશે.

સવાલ : પહેલી મેચની ટિકિટ કેટલી વેચાઈ હતી ?
મૃગેશ જયકૃષ્ણ : આજે 1 લાખ 10 હજાર જેટલા લોકો માટે સ્ટેડિયમમાં કેપિસિટી છે પરંતુ અમારા સમયમાં લોકો ને ડર હતો અને અમને પણ વિચાર હતો લોકો તૂટી પડશે તોડફોડ કરશે સ્ટેડિયમમાં અમે 40 % સ્ટેડિયમ વેચી શકેલા અમને ડર લાગતો કે સ્ટેડિયમમાં મારામારી થશે. અમદાવાદીઓ મેચ આવે તો થોડી મેચ જોવાનું છોડે પણ એવું થયેલું. સ્ટેડિયમની ટિકિટ માં અમે જ કાપ મૂક્યો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Motera, Narendra Modi Stadium, ક્રિકેટ સ્ટેડિયમ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन