Home /News /sport /

IPLમાં વધુ એક હારની સાથે 'વિરાટ સેના'ના નામે નોંધાશે આ 'શરમજનક' રેકોર્ડ

IPLમાં વધુ એક હારની સાથે 'વિરાટ સેના'ના નામે નોંધાશે આ 'શરમજનક' રેકોર્ડ

આઈપીએલ 2019 (photo-iplt20.com)

ટીમ ઈન્ડિયાને સફળતાના શિખરે પહોંચાડનારા કોહલીની ટીમ હાલની આઈપીએલ સીઝનમાં પોતાની પહેલી જીતની તલાશમાં ભટકી રહી છે

    IPL સીઝન 12નો રોમાંચ ચાલુ છે અને હાલમાં દરેક રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ચર્ચા કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાને સફળતાના શિખરે પહોંચાડનારા વિરાટ કોહલીની ટીમ હાલની આઈપીએલ સીઝનમાં પોતાની પહેલી જીતની તલાશમાં ભટકી રહી છે. RCB અત્યાર સુધી સતત પાંચ મેચ ગુમાવી ચૂક્યું છે અને રવિવારે પોતાની છઠ્ઠી મેચ રમશે જે તેના માટે કરો યો મરો જેવું છે. જો અહીં વિરાટ સેનાથી ચૂક થઈ તો તેમના નામે માછલા ધોવાવાની શક્યતાઓ અનેકગણી વધી જશે.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટક્કર બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સાથે થશે. આ મેચ અનેક રીતે ખાસ છે. જો આ મેચમાં મેજબાનને હાર મળી તો તે સીઝનની શરૂઆતની 6 મેચ ગુમાવનારી આઈપીએલની બીજી ટીમ બની જશે. આ પહેલા 2013માં દિલ્હી ડેયરડેવિલ્સે સતત 6 મેચ હારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અહીંથી કોહલીની ટીમની પાસે ટૂર્નામેન્ટમાં વાપસી કરવી અશક્ય થઈ શકે છે.

    આ પણ વાંચો, IPL 2019: પંજાબની હાર બાદ ગંભીરે રાહુલ અને સરફરાજની નીયત પર પ્રશ્ન ઊભા કર્યા

    આરસીબીએ કરી ચાર્જર્સ અને મુંબઈની બરોબરી

    આઈપીએલ 2019માં વિરાટ કોહલીની ટીમ અત્યાર સુધી પાંચ મેચ ગુમાવી ચૂકી છે. આ મામલામાં તેણે ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સની બરોબરી કરી લીધી છે. ડેક્કને 2012માં પોતાની શરૂઆતની પાંચ મેચ ગુમાવી હતી તો મુંબઈની સાથે આવું 2014માં થયું હતું.

    શું મુંબઈ જેવું કારનામું કરી શકશે આરસીબી?

    મુંબઈ ઈન્ડિયન્સે 2014માં શરૂઆતની પાંચ મેચ ગુમાવ્યા બાદ પ્લે-ઓફમાં પહોંચીને દરેકને ચોંકાવી દીધા હતા. જોકે, ત્યારબાદ તેની સફર ખતમ થઈ ગઈ. આ વખતે વિરાટ કોહલીની ટીમ પણ પોતાની પહેલી પાંચ મેચ ગુમાવી ચૂકી છે અને લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું તે મુંબઈ ઈન્ડિયન્સ જેવું કારનામું કરી શકશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: IPL record, RCB, આઇપીએલ, ક્રિકેટ, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन