કોરોના વિરુદ્ધની લડાઈમાં PM મોદી સાથે જોડાયા સચિન-ગાંગુલી સહિતના 40 ખેલાડી

News18 Gujarati
Updated: April 3, 2020, 1:00 PM IST
કોરોના વિરુદ્ધની લડાઈમાં PM મોદી સાથે જોડાયા સચિન-ગાંગુલી સહિતના 40 ખેલાડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

PM નરેન્દ્ર મોદી સાથે વાત કરવાં 12 ખેલાડીઓને મળી 3 મિનિટ, વિરાટ કોહલી અને કેએલ રાહુલ પણ જોડાયા

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધના જંગમાં સમગ્ર દુનિયા એકજૂથ છે અને આ મહામારી પર કાબુ મેળવવા માટે તમામ શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ કડી હેઠળ ભારતમાં પણ 21 દિવસના લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરવામાં આવી હતી જે 14 એપ્રિલ સુધી પ્રભાવિત છે. હવે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ દેશવાસીઓને અપીલ કરી છે કે રવિવાર 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે લોકો ટોર્ચ, દિવા અને મીણબત્તી સળગાવીને આ જંગમાં એક સાથે લડવાનો સંદેશ આપે. કોરોના વાયરસની વિરુદ્ધની આ લડાઈમાં તમામ રમતો સાથે સંકળાયેલા ખેલાડીઅી પણ આગળ આવી રહ્યા છે. પીએમ મોદીએ શુક્રવારે 40 ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત પણ કરી.

12 ખેલાડીઓને પોતાની વાત રજૂ કરવા માટે મળી 3 મિનિટ

આ વીડિયો કોન્ફરન્સમાં પીએમ મોદી એ ખેલાડીઓને લૉકડાઉનના પાલન કરવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે કહ્યું. પીએમ મોદીની સાથે આ વીડિયો કોન્ફરનસમાં ભાગ લેનારા ખેલાડીઓની યાદમાં અનેક મહત્વના ક્રિકેટર પણ સામેલ છે. તેમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી ઉપરાંત વિશ્વ કપ વિજેતા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન, યુવરાજ સિંહ એન કેએલ રાહુલના નામ સામેલ છે. રમત-ગમત મંત્રાલયના સૂત્રો મુજબ, તેમાંથી 12  ખેલાડીઓને પોતાની વાત રજૂ કરવા માટે 3 મિનિટ આપવામાં આવી હતી. જોકે તેઓએ આ ખેલાડીઓના નામનો ખુલાસો નથી કર્યો.


આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ પાસે માંગી 9 મિનિટ, કહી આ 5 મહત્વની વાતો

શક્ય એટલા વધુ લોકો સુધી જાગૃતતા ફેલાવવાનો હેતુ

ક્રિકેટરો ઉપરાંત ઓલમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, ભાલા ફેંકના એથ્લેટ નીરજ ચોપડા, દિગ્ગજ શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ, રનર હિમા દાસ, બોક્સર એમસી મેરીકોમ અને અમિત પંઘાલ, પહેલવાન વિનેશ ફોગાટ અને યુવા નિશાનેબાજ મનુ ભાકર પણ તે ખેલાડીઓમાં સામેલ છે જેઓએ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો. આ વાતચીતનો ઉદ્દેશ્ય શક્ય એટલા વધુ લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે.

આ પણ વાંચો, લૉકડાઉનની વચ્ચે આ દેશનું તુઘલકી ફરમાન, કહ્યું, ‘મહિલાઓ વધુ નખરા ન બતાવે’
First published: April 3, 2020, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading