Home /News /sport /સામાન લઇને મોહમ્મદ શમીના ઘરે પહોંચી હસીન જહાં, પોલીસ અને વકીલ પણ આવ્યા સાથે

સામાન લઇને મોહમ્મદ શમીના ઘરે પહોંચી હસીન જહાં, પોલીસ અને વકીલ પણ આવ્યા સાથે

કોલકત્તાના ક્રિકેટર મોહમ્મદ શમી સામે દહેજ અને રેપનો કેસ દાખલ કર્યા પછી તેની પત્ની હસીન જહાં રવિવારે અચાનક અમરોહામાં શમીના ગામ સહસપુર અલીનગર પહોંચી છે.

કોલકત્તાના ક્રિકેટર મોહમ્મદ શમી સામે દહેજ અને રેપનો કેસ દાખલ કર્યા પછી તેની પત્ની હસીન જહાં રવિવારે અચાનક અમરોહામાં શમીના ગામ સહસપુર અલીનગર પહોંચી છે.

શિવોમ શર્મા

કોલકત્તાના ક્રિકેટર મોહમ્મદ શમી સામે દહેજ અને રેપનો કેસ દાખલ કર્યા પછી તેની પત્ની હસીન જહાં રવિવારે અચાનક અમરોહામાં શમીના ગામ સહસપુર અલીનગર પહોંચી છે. હસીન જહાંએ અમરોહામાં ડિડૌલી કોતવાલીથી સુરક્ષાની પણ માંગણી કરી છે. હસીન જહાં પોતાના વકીલની સાથે સમીના ઘરે પહોંચી છે. તે પહેલા શમીના કાકાના ઘરે પહોંચી અને તેણે ગામના લોકોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી.

ઘર છોડીને ચાલ્યા ગયા શમીના પરિવારજનો

હસીન જહાંના અમરોહા પહોંચવાની જાણકારી મળતા જ શમીના પરિવારના સભ્યો ઘરના દરવાજે દાળું મારીને ચાલ્યા ગયા છે. ત્યારબાદ હસીન પોતાની પુત્રી આયરાની સાથે પડોશમાં રહેતા શમીના કાકાના ઘરે રોકાઇ છે. હસીન જહાંએ કહ્યું છે કે મોહમ્મદ શમી એક ઓછું ભણેલો વ્યક્તી છે. તેનું એક જ કામ છે. દરેકને મુર્ખ બનાવવું. તેણે મારી સાથે તમારા જેવા લોકોને પણ મુર્ખ બનાવ્યા છે.

હસીને એ પણ કહ્યું કે શમી તેની માફી માંગી લે તો તે શમીને માફ કરી દેશે. અને ફરતી પોતાનું ઘર વસાવી લે છે. પરંતુ શમી એ જે કર્યું છે એ બહુ જ ખોટું કર્યું છે. હસીન જહાંની સાથે તેમના વકીલ ઝાકિર પણ અમરોહા પહોંચ્યા છે.

શમીના ભાઇથી ખતરો હોવાનું જણાવ્યું

જ્યારે હસીનથી પૂછવામાં આવ્યું કે પોલીસને સાથે ગામ લઇને આવાની શું જરૂર છે ત્યારે તેણે શમીના ભાઈ હસીબને ક્રિમિનલ ગણાવતા કહ્યું કે તેનાથી તેના જીવને જોખમ છે. હસીને કહ્યું કે, તે એની હત્યા કરીને શમીના લગ્ન પોતાની સાળી સાથે કરાવવા ઇચ્છે છે.
First published:

Tags: Hasin Jahan, ક્રિકેટર