Home /News /sport /ઇંગ્લેન્ડના ખેલાડીએ કહ્યુ- રોહિત શર્મા સહિત 3 ખેલાડીઓએ સંન્યાસ લેવો જોઇએ, યુવાઓ માટે જગ્યા ખાલી કરો

ઇંગ્લેન્ડના ખેલાડીએ કહ્યુ- રોહિત શર્મા સહિત 3 ખેલાડીઓએ સંન્યાસ લેવો જોઇએ, યુવાઓ માટે જગ્યા ખાલી કરો

ભારતીય ક્રિકેટ ટીમ (ફાઇલ ફોટો)

T20I Cricket: ઇંગ્લેન્ડના પૂર્વ સ્પીનર મોન્ટી પાનેસરે કેપ્ટન રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને રવિચંદ્રન અશ્વિનને યુવા ખેલાડીઓ માટે જગ્યા ખાલી કરવાનો આગ્રહ કર્યો છે.

    T20I Cricket: ટી-20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર બાદ બહાર થયેલી ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓને ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ છોડવાની સલાહ મળી રહી છે. આ વચ્ચે ઇંગ્લેન્ડના પૂર્વ સ્પીનર મોન્ટી પાનેસરે કેપ્ટન રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને રવિચંદ્રન અશ્વિનને યુવા ખેલાડીઓ માટે જગ્યા ખાલી કરવાનો આગ્રહ કર્યો છે. સાથે જ તેમણે કહ્યુ કે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફિટ છે અને તે આગળ પણ રમવાનું ચાલુ રાખી શકે છે. રન મશીને ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવ્યા છે.

    પાનેસરે કહ્યુ, ભારતે તમામને નિરાશ કર્યા (જે રીતે તે સેમિ ફાઇનલમાં હારી ગયા) અને મને લાગે છે કે કેટલાક રિટાયરમેન્ટ આવવાનું છે. ઇમાનદારીથી કહુ તો ભારતે સેમિ ફાઇનલમાં ફાઇટ જ નથી કર્યુ. આ પુરી રીતે એક તરફી મેચ રહી છે. બટલર અને હેલ્સ સામે ભારતીય બોલરનું નિરાશાજનક પ્રદર્શન રહ્યુ હતુ. તમે સેમિ ફાઇનલ રમી રહ્યા છો અને તમારે કડક ટક્કર આપવાની જરૂરત છે. 168 કોઇ નાનો સ્કોર નથી હોતો.

    આ ખેલાડી યુવાઓ માટે જગ્યા ખાલી કરે

    ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે કહ્યુ, રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને રવિચંદ્રન અશ્વિન માટે સૌથી નાના ફોર્મેટને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, તેમણે કહ્યુ, રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને આર.અશ્વિન ટોપ નામ છે જે ટી-20 ક્રિકેટને અલવિદા કહી શકે છે. ટીમ મેનેજમેન્ટ નિશ્ચિત રીતે આ લોકો સાથે બેઠક કરશે અને તેમની યોજના વિશે પૂછવામાં આવશે. આ સમય છે જ્યારે આ ખેલાડી યુવાઓ માટે જગ્યા ખાલી કરે.

    વિરાટ કોહલીને 2024 ટી-20 વર્લ્ડકપમાં રમતા જોઇ શકો છો

    આ વચ્ચે પાનેસરે કહ્યુ કે ફેન્સ વિરાટ કોહલીને 2024 ટી-20 વર્લ્ડકપમાં રમતા જોઇ શકે છે કારણ કે તે ભારતીય ટીમનો સૌથી ફિટ ખેલાડી છે. કોહલી 2022 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો અને 2022 ટી-20 વર્લ્ડકપની ટીમમાં પણ જગ્યા મળી છે, તેમણે કહ્યુ, વિરાટ સારા ફોર્મમાં છે. તે તમામ ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ ફિટ છે. વિરાટ કોહલીની ફિટનેસને જોતા તેની ઉંમર માત્ર એક સંખ્યા છે. તમે તેને 2024 ટી-20 વર્લ્ડકપમાં રમતો જોઇ શકો છો.

    ટેસ્ટ અને વન ડે પર ધ્યાન કેન્દ્રિત કરો

    પાનેસરે કહ્યુ, હું રોહિત શર્માને તે ટૂર્નામેન્ટનો ભાગ નથી જોઇ રહ્યો. બની શકે કે દિનેશ કાર્તિક અને અશ્વિન પણ ના હોય. આ સિવાય અન્ય પણ ખેલાડી ટી-20માંથી સંન્યાસ પર વિચાર કરી શકે છે પરંતુ મને લાગે છે કે આ ત્રણેય ટી-20 છોડી દેશે અને ટેસ્ટ અને વન ડે પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઘરમાં ભારતનો દબદબો છે. ભારતે 2011માં ખિતાબ જીત્યો હતો. મને લાગે છે કે 2023 (વન ડે) વર્લ્ડકપ ભારતનો છે. રોહિત શર્માનો મુખ્ય ફોકસ હવે 2023 વર્લ્ડકપ છે અને મને વિશ્વાસ છે કે તે આ ટ્રોફીને ભારતની કેબિનેટમાં સામેલ કરી લેશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 cricket, Team india, ક્રિકેટ ન્યૂઝ, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन