Home /News /sport /પત્નીના આરોપથી હતાશ શમીએ પુત્રીને લઈને લખ્યો ભાવુક સંદેશ

પત્નીના આરોપથી હતાશ શમીએ પુત્રીને લઈને લખ્યો ભાવુક સંદેશ

હસીન જહાં સાથે મોહમ્મદ શમી

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આજકાલ પોતાની પત્ની દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપને કારણે સમાચારમાં છે. આ કેસમાં દરરોજ નવાં નવાં ખુલાસા થઈ રહ્યા છે.

હસીન જહાંએ ફેસબુક અને મીડિયાના માધ્યમથી શમી પર ભાઈ સાથે બળજબરીથી સંબંધ બનાવવાના, અન્ય છોકરીઓ સાથે લગ્નેત્તર સંબંધ રાખવાના અને મારપીટ કરવાના આરોપ લગાવતા કોલકાતામાં એફઆઈઆર દાખલ કરાવી છે. આ કેસમાં શમીની ધરપકડ પણ થઈ શકે છે.

પારિવારિક સમસ્યાઓથી ઘેરાયેલા ફાસ્ટ બોલરે હવે પોતાની પુત્રીને લઈને ટ્વિટર પર ભાવુક મેસેજ લખ્યો છે. તેણે 12મી માર્ચના રોજ પુત્રીની તસવીર શેર કરતા લખ્યું છે કે, 'ચોકલેટ લવર, તારી યાદ આવે છે બેબો.'

પોલીસે મોબાઈલ કર્યો જપ્ત

હસીન જહાંની ફરિયાદ પર કોલકાતા પોલીસે ક્રિકેટર મોહમ્મદ શમીનો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો છે. કોલકાતા પોલીસે આ ફોનને તપાસ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત પોલીસે બીસીસીઆઈ પાસેથી શનીના દક્ષિણ આફ્રિકાના ટૂર અંગેની વિગતો પણ માંગી છે.

નોંધનીય છે કે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં રવિવારે ફરી એકવાર મીડિયા સામે હાજર થઈ હતી. હસીન જહાંએ કહ્યું હતું કે જો શમીનો મોબાઇલ તેના હાથમાં ન લાગ્યો હોત તો તેણે મને તલાક આપી દીધા હોત. તે પોતાની જાતને બચાવવા માટે સતત ખોટું બોલી રહ્યો છે.

સાથે જ હસીને જહાંએ કહ્યું હતું કે, 'કોઈ મોટો આરોપી હોય તો તે પણ કોર્ટમાં ઉભો રહીને ન્યાયાધીશ સામે પોતાને નિર્દોષ ગણાવે છે. તપાસ થશે પછી ખબર પડી જશે કે મારી વાત સાચી છે ખોટી.'

First published:

Tags: Divorce, Fast bowler, Hasin Jahan, Mohammad shami, એફઆઇઆર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો