Mohammad Rizwan : સેમિફાઇનલ પહેલા હોસ્પિટલમાં દાખલ હતો મોહમ્મદ ક્રિકેટર રિઝવાન, શોએબ અખ્તરે કહ્યો ‘હીરો’

મોહમ્મદ રિઝવાને બિમારીમાંથી નીકળીને પણ સારી રમત દેખાડી

Mohammad Rizwan : રિઝવાને 4 સિક્સ અને 3 બોઉન્ડ્રીની મદદથી 52 બોલમાં 67 રન બનાવ્યા હતા, આ તસવીર જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં

  • Share this:
    ટી-20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)માં પાકિસ્તાન (Pakistan Team)ની સફર પૂર્ણ થઈ ચૂકી છે. પાકિસ્તાન સેમીફાઇનલ (Semi Final)માં હારી ચૂક્યું છે. પરંતુ નોકઆઉટ સ્ટેજ સુધી પાકિસ્તાનની સફર એકદમ ટ્રેક પર હતી. જ્યાં સુધી ગુરૂવારે દુબઇમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ (PAKvsAUS)માં હાર ન મળી, તે પહેલા બાબર આઝમની આગેવાનીમાં ટીમે પોતાની તમામ મેચમાં જીત મેળવી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) ના સુપરસ્ટારમાંથી એક મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) પણ છે. વિકેટકિપર-બેટ્સમેન રિઝવાને 6 મેચમાં 281 રન બનાવ્યા હતા અને ટૂર્નામેન્ટમાં 3 અડધી સદી ફટકારી હતી. તે કેપ્ટન બાબર આઝમ (Captain Babar Azam) (303 રન) પછી T20 વર્લ્ડ કપ 2021માં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

    સેમિફાઇનલમાં પણ રિઝવાને કરી કમાલ

    રિઝવાને સેમિફાઇનલ મેચમાં પણ પોતાનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 177 રનનો પડકાર મૂક્યો હતો. જેમાં રિઝવાને 4 સિક્સ અને 3 બોઉન્ડ્રીની મદદથી 52 બોલમાં 67 રન બનાવ્યા હતા.

    ICUમાં ભરતી હતો રિઝવાન

    સેમિફાઇનલ મેચ પહેલા રિઝવાન (Health Issues) ગંભીર રીતે બીમાર હતો. તેને ફ્લૂ થયો હતો અને તે દુબઈના આઈસીયુ બેડમાં બે રાત સુધી દાખલ હતો. અહેવાલ મુજબ તેને છાતીમાં ફ્લૂનો ગંભીર ચેપ લાગ્યો હતો અને તબીબી સારવારની જરૂર હતી.

    ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યો ‘હીરો’

    આ વાતની જાણકારી ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે (Shoaib Akhtar) ટ્વિટર પર આપી હતી અને રિઝવાનનો હોસ્પિટલમાં દાખલ થયાનો ફોટો પણ શેર કર્યો હતો. અખ્તરે ટ્વિટર પર લખ્યું કે, તમે કલ્પના કરી શકો છો કે, “વ્યક્તિ તેના દેશ માટે મેદાન પર રમ્યો અને તેનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું. તે(રિઝવાન) છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો. હીરો રિઝવાન પર ગર્વ છે.”



    રિઝવાનની તબિયત અંગે ચિંતિત હતી ટીમ

    રિઝવાનની ખરાબ તબિયત કારણે મેચમાં તે રમી શકશે કે કેમ તે અંગે ઘણી ચિંતા હતી અને પાકિસ્તાનના બેટિંગ કન્સલ્ટન્ટ મેથ્યુ હેડને પાછળથી પુષ્ટિ કરી હતી કે વિકેટકીપરને 'ફેફસામાં સંક્રમણના કારણે એક રાત માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હેડને જણાવ્યું કે, ફેફસામાં સંક્રમણના કારણે રિઝવાનની તબિયત ખરાબ હતી. પરંતુ તે ખૂબ બહાદુર છે અને ખૂબ હિંમતવાન છે.

    ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના અજેય રનનો અંતે ગુરુવારે અંત આવ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેમને પાંચ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે ઓસ્ટ્રેલિયા રવિવારે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
    First published: