Home /News /sport /INDvsSA : બુમરાહ આઉટ, સિરાઝ ઈન! વર્લ્ડકપ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર

INDvsSA : બુમરાહ આઉટ, સિરાઝ ઈન! વર્લ્ડકપ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર

Mohammed Siraj

INDvsSA: T-20 વર્લ્ડ કપ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું સ્થાન મોહમ્મ્દ સિરાઝે લીધું છે.

    નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને આઈસીઆઈસી ટી20 વિશ્વ કપ પહેલા જ જોરદરા ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હવે ફાસ્ટ બોલર સિરાઝ અહેમદનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

    બુમરાહના વર્લ્ડકપ રમવા પર સવાલ

    બુધવારે બુમરાહ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે બુમરાહ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઇ શકે છે. બોર્ડ મારફત તેની ઈજાને લઈને બુધવારે કહેવામાં આવ્યું કે મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. જેના એક દિવસ બાદ હવે તે વર્લ્ડ કપમાંથી બહાર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

    આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડ કપથી બહાર

    સિરાઝની ટીમમાં એન્ટ્રી

    સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં બુમરાહના ટીમમાંથી બહાર થવાનાં કારણે હવે મોહમ્મદ સિરાઝને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીસીસીઆઈ દ્વારા સત્તાવાર રીતે આજે આ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી.



    અગાઉ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થયો હતો ઈજાગ્રસ્ત

    ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી શ્રેણી દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે રિહેબમાં હતો અને એશિયા કપમાં પણ રમ્યો નહોતો. તે જ મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ઘરઆંગણે ટી20 શ્રેણીમાં તેણે ઈજામાંથી પુનરાગમન કર્યું હતું. આ સિરીઝમાં તે માત્ર બે જ મેચ રમી શક્યો હતો.

    આ પણ વાંચો: કેટલાક 12મું પાસ, તો કેટલાકે અધવચ્ચે છોડી દીધો અભ્યાસ, વાંચો ટીમ રોહિતનું

    વર્લ્ડકપમાં મહત્વનો ખેલાડી

    ઓક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને પૂર્વ ક્રિકેટર માર્ક વોએ T20 વર્લ્ડ કપ માટે પાંચ ખેલાડીઓની પસંદગી કરી છે, જે તેની નજરમાં વર્લ્ડ કપમાં ધૂમ મચાવી શકે છે. આ લિસ્ટમાં ટોચ પર બુમરાહનું નામ હતું.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, Indian Team

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन