Home /News /sport /IND VS NZ: ગિલ તો ખરો જ પણ સાથે આ ખેલાડી પણ બન્યો હીરો, મિત્રો અને પરિવારની હાજરીમાં ભારતને જિતાડયું
IND VS NZ: ગિલ તો ખરો જ પણ સાથે આ ખેલાડી પણ બન્યો હીરો, મિત્રો અને પરિવારની હાજરીમાં ભારતને જિતાડયું
mohammad siraj
IND VS NZ: ફાસ્ટ બોલર મહોમ્મદ સિરાજ આજકાલ જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોતાં વર્લ્ડકપની ટીમમાં તેનું સ્થાન નક્કી કરી લીધું છે. બૂમરાહની ગેરહાજરીમાં તેને તક મળી રહી છે અને આ તકનો તેને ખૂબ લાભ ઉઠાવ્યો છે.
INDIA WINS FIRST ODI: હૈદરાબાદમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 12 રને હરાવીને પ્રથમ ODI જીતી લીધી છે. છેલ્લી ઓવર્સમાં ભારે રસાકસી થઈ હતી. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ નિર્ધારિત ઓવરોમાં આઠ વિકેટના નુકસાને 349 રન બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 49.2 ઓવરમાં 337 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આખરે ભારતીય ટીમે પ્રથમ વનડેમાં 12 રને રોમાંચક વિજય મેળવ્યો હતો.
આ મેચમાં શુભમન ગિલે બેવડી સદી ફટકારી હતી પણ સાથે ફાસ્ટ બોલર સિરાઝનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું. હૈદરાબાદ મોહમ્મદ સિરાઝનું હોમ ગ્રાઉન્ડ છે અને અહીં જ આજની મેચ રમાઈ હતી. ભારત અને ન્યુઝીલેન્ડની પહેલી જ મેચમાં સિરાઝે પોતાની શાનદાર લય જાળવી રાખતા ચાર વિકેટ ઝડપી હતી.
નોંધવા જેવી બાબત છે કે હોમ ગ્રાઉન્ડ હોવાથી સિરાઝના મિત્રો પરિવારજનો અને સગઓ પણ તેની મેચ જોવા મેદાનમાં હાજર રહ્યા હતા.
.@mdsirajofficial registered a fabulous 4️⃣-wicket haul and got crucial breakthroughs as he becomes our Top Performer from the second innings 👏🏻
અગાઉ શ્રીલંકાને કચડી નાખ્યા પછી, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ હવે 3 મેચની ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ (IND vs NZ 1st ODI) નો સામનો કરી રહી છે. કીવીઝ સામે પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 8 વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શુભમન ગિલે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. શુભમને છગ્ગા સાથે તેની બેવડી સદી પૂરી કરી.
A high scoring thriller in Hyderabad!#TeamIndia clinch a 12-run victory and take a 1️⃣-0️⃣ lead in the #INDvNZ ODI series 👏🏻
ન્યુઝીલેન્ડનાં સાતમા ક્રમે આવેલ મિશેલ બ્રેસવેલની શાનદાર બેટિંગ રહી હતી. એક સમયે લાગતું હતું કે ન્યૂઝીલેન્ડ મેચ જીતી જશે. છેલ્લી બે ઓવરમાં 24 રન બાકી હતા ત્યારે હાર્દિક પંડ્યાએ એક સરસ ઓવર નાખી હતી અને એક વિકેટ પણ લીધી હતી. અને ત્યાર પછી છેલ્લી ઓવરમાં શાર્દૂલ ઠાકુરને દસમી અને છેલ્લી વિકેટ મળી હતી. આમ મિશેલ બ્રેસવેલની સદી છતાં ભારત સામે પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડનો પરાજય થયો હતો. ભારે રસાકસી વાળી મેચમાં ભારત 12 રને જીત્યું હતું.
સિરાજ આજકાલ જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોતાં વર્લ્ડકપની ટીમમાં તેનું સ્થાન નક્કી કરી લીધું છે. બૂમરાહની ગેરહાજરીમાં તેને તક મળી રહી છે અને આ તકનો તેને ખૂબ લાભ ઉઠાવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનર શુભમન ગીલે ધમાકેદાર ફોર્મ ચાલુ રાખતા વધુ એક શાનદાર ઇનિંગ રમી છે. શ્રીલંકા સામેની છેલ્લી વનડેમાં સદી ફટકાર્યા બાદ હવે તેણે ન્યૂઝીલેન્ડ સામે પણ એવી જ શરૂઆત કરી છે. ગિલે સતત બીજી વનડેમાં સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો છે. પાછળથી આ ઇનિંગ ડબલ સેન્ચુરીમાં ફેરવી નાખી હતી. ગિલની રમત પહેલા કરતા વધુ આક્રમક બની રહી છે. તેણે છેલ્લી 11 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર