એડિલેડ વન-ડેમાં ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરતા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરાયો હતો. સિરાજ ખલીલ અહમદના સ્થાને પસંદ થયો હતો. સિરાજે વન-ડેમાં ડબ્યૂ કર્યું છે. મોહમ્મદ સિરાજ 2017માં આઈપીએલના કારણે ચર્ચામાં આવ્યો હતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા 10 વિકેટો ઝડપી હતી. સિરાજ ઘણા સામાન્ય પરિવારમાંથી આવે છે.ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવવાની તેની સફ ઘણી મુશ્કેલ ભરી રહી છે.
હૈદરાબાદમાં જન્મેલા મોહમ્મદ સિરાજના પિતા એક ઓટો ડ્રાઇવર હતા પણ આ અસર તેને પોતાના ઉપર હાવી થવા દીધી ન હતી અને સખત મહેનત કરી હતી. સિરાજને પિતાનો સાથ પણ મળ્યો હતો. તેમણે ક્યારેય સિરાજ અને તેની મહેનત ઉપર ગરીબી વચ્ચે આવવા દીધી ન હતી. સિરાજની પ્રતિભા જોઈને મુશ્કેલીથી એક મોંઘી ક્રિકેટ કિટની પણ વ્યવસ્થા કરી હતી.
મોહમ્મદ સિરાજે ક્યારેય ક્રિકેટની કોચિંગ લીધી નથી. તે ગલીમાં ટેનિસ બોલથી રમીને બોલિંગ શીખ્યો હતો. કારકિર્દીના શરુઆતના દિવસોમાં બેટ્સમેન બનવા માંગતો હતો. જોકે આ પછી પોતાની પ્રતિભા ઓળખી હતી અને બોલર બનવાનો નિર્ણય કર્યો હતો. સિરાજ ગરીબીના કારણે કોચિંગ લઈ શક્યો ન હતો.જોકે આજે ખાલી સમયમાં ગરીબ બાળકોને ફ્રી માં કોચિંગ આપે છે.
સુકાની વિરાટ કોહલી મોહમ્મદ સિરાજને ઘણો પસંદ કરે છે. આઈપીએલ-2018 દરમિયાન વિરાટ કોહલી આરસીબીના ખેલાડીઓ સાથે સિરાજના ઘરે પહોંચ્યા હતા. જ્યાં વિરાટે સ્પેશ્યલ હૈદરાબાદી બિરયાનીની મજા માણી હતી. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી અને બીજા ખેલાડીઓએ જમીન પર બેસીને બિરીયાની ખાધી હતી.
સિરાજની પ્રથમ કમાણી 100 રુપિયા હતી. ક્લબ મેચમાં સિરાજે 9 વિકેટ ઝડપી હતી. આ પછી તેના મામાએ સિરાજને 500 રુપિયા ઇનામ તરીકે આપ્યા હતા. આ પછી સિરાજને આઈપીએલમાં 2.6 કરોડની મોટી કિંમત મળી હતી. આ પછી તેણે પોતાના પરિવાર સાથે એક ઘર ખરીદ્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર