Home /News /sport /VIDEO: આ ભારતીય ક્રિકેટરોએ કર્યું હિન્દુ ધર્મનું અપમાન, તિલક લગાવાની ના પાડી દીધી
VIDEO: આ ભારતીય ક્રિકેટરોએ કર્યું હિન્દુ ધર્મનું અપમાન, તિલક લગાવાની ના પાડી દીધી
ક્રિકેટરોએ કર્યું હિન્દુ ધર્મનું અપમાન
વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, હોટલમાં એન્ટ્રી કરતી વખતે 11માંથી 4 લોકોએ તિલક લગાવાની ના પાડી દીધી હતી. તેમાં મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક ઉપરાંત વિક્રમ રાઠોડ તથા સપોર્ટ સ્ટાફનો એક સભ્ય સામેલ છે.
નવી દિલ્હી: રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા એક તરફ સીરીઝ રમવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ 9 ફેબુરઆરીથી શરુ થઈ રહી છે. સીરીઝ માટે ભારતીય ટીમ નાગપુર પહોંચી ચુકી છે અને તૈયારી પણ શરુ કરી દીધી છે. બીજી તરફ કંગારુ ટીમ હાલમાં બેંગલુરુમાં કેમ્પ લગાવીને પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન ભારતીય ટીમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં બેટીંગ કોચ વિક્રમ રાઠોડથી લઈને ઝડપી બોલર મોહમ્મદ સિરાજ તથા ઉમરાન મલિક પર સવાલ ઉઠાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, હોટલમાં એન્ટ્રી કરતી વખતે 11માંથી 4 લોકોએ તિલક લગાવાની ના પાડી દીધી હતી. તેમાં મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક ઉપરાંત વિક્રમ રાઠોડ તથા સપોર્ટ સ્ટાફનો એક સભ્ય સામેલ છે. ત્યાર બાદ કેટલાય લોકએ સિરાજ-ઉમરાન પર સવાલો ઊભા કર્યા હતા, જ્યારે અમુક લોકો કહી રહ્યા છે કે, આ બંને ઉપરાંત અન્ય કેટલાયે તિલક નથી લગાવ્યા. તેથી તેમના પર સવાલ ઊભા કરવા ખોટી વાત છે.
सिराज और उमरान ने तिलक नहीं लगवाया।
कुल 11 लोग दरवाजे से निकले उनमें से 7 ने तिलक लगवाया और 4 ने नहीं। सिराज, उमरान, विक्रम राठौर और एक सपोर्ट स्टाफ ने नहीं लगवाया। मगर भक्तों को दिखाई सिर्फ़ सिराज और उमरान ही दिए।
મોહમ્મદ સિરાજે છેલ્લા એક વર્ષમાં વન ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હાલમાં દિવસમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શાનદાર બોલીંગ કરી હતી. તે અત્યારમાં વન ડેમાં નંબર 1 બોલર છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં પણ તેના પ્રદર્શનની આશા કરી રહ્યા છે. બીજી તરફ મલિક 150 કિમી પ્રતિ કલાકથી વધારને સ્પિડથી બોલિંડ કરવા માટે ઓળખાય છે. તેમને પણ ભારતીય ટીમમાં સતત મોકો મળી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો, આ ભારત માટે ખૂબ જ મહત્વનું છે. ટીમ ઈન્ડિયા ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકશે, જ્યારે તે સીરીઝ પર કબ્જો કરે છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર- 1 પર છે, જ્યારે ભારતીય ટીમ બીજા નંબર પર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર