ભારતીય ટીના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પોતાના પતિ પર ઘરેલૂ હિંસા, લગ્નેત્તર સંબંધ રાખવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદથી હસીન જહાં પોતાના પતિ સાથેની અન્ય મહિલાઓ સાથેની ચેટ સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. હવે હસીન જહાંએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર કેટલીક વધુ ચેટ શેર કરી છે, જેમાં શમી અન્ય કોઈ મહિલાથી વાત કરી રહ્યાં છે. હસીન જહાંએ આની સાથે લખ્યું છે કે, "મારા પતિદેવની પસંદ, કોઈને છોડ્યા નથી... મોટો ઈજ્જતવાળો છે દેશનો સ્ટાર"
હસીન જહાંની આ પોસ્ટ પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધી હતી. એક યૂઝર્સે લખ્યું કે, આવું થઈ જ ના શકે, જ્યારે એક યૂઝર્સે તો એટલે સુધી કહી દીધું કે, તમે કંટ્રોલ કરો.
હસીન જહાંએ કહ્યું હતું કે, શમીએ દૂબઈમાં પાકિસ્તાની મહિલાથી મુલાકાત કરી અને તેના પાસેથી પૈસા લીધા. બીસીસીઆઈ અધિકારીઓની તપાસમાં આ વાત ખોટી સાબિત થઈ હતી. હસીન જહાંએ શમીના પરિવાર ઉપર પણ શારીરિક અને માનસિક ટ્રોચરની અને હત્યા કરવાનો પ્રયાસ કરવાની એફઆઈઆર પણ નોંધાવી છે. જ્યારે શુક્રવારે (23 માર્ચ) પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીથી મુલાકાત કરી હતી. બંનેની મુલાકાત લગભગ 10 મીનિટ સુધી ચાલી હતી. મમતાએ હસીનને આશ્વસન આપ્યું છે કે, તે આ બાબતને જોશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર