હસીન જહાંએ કર્યો કાંટા લગા ગીત પર ડાન્સ, પ્રશંસકોએ કહ્યું - પ્લીઝ શમી પાસે પાછા જાવ

News18 Gujarati
Updated: May 4, 2020, 3:20 PM IST
હસીન જહાંએ કર્યો કાંટા લગા ગીત પર ડાન્સ, પ્રશંસકોએ કહ્યું - પ્લીઝ શમી પાસે પાછા જાવ
હસીન જહાંએ કર્યો કાંટા લગા ગીત પર ડાન્સ, પ્રશંસકોએ કહ્યું - પ્લીઝ શમી પાસે પાછા જાવ

હસીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેના ઘણા વીડિયો ઇંસ્ટાગ્રામ પર આવે છે, જેને લોકો ઘણા પસંદ કરે છે

  • Share this:
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી મોહમ્મદ શમી (Mohammed Shami) અને તેની પત્ની હસીન જહાં (Hasin Jahan) ની લડાઇ કોઈથી છુપાયેલી નથી. આ કપલ 2018માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે હસીન જહાંએ શમી પર ફિક્સિંગ જેવો ગંભીર આરોપ લગાવ્યો હતો. હવે બંને અલગ-અલગ રહે છે અને પોતાના જીવનમાં વ્યસ્ત છે. મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયા સાથે જોવા મળે છે પણ તેની પત્ની હસીન જહાં ઘણા સમયથી જાહેરમાં જોવા મળી ન હતી. જોકે હસીન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેના ઘણા વીડિયો ઇંસ્ટાગ્રામ પર આવે છે, જેને લોકો ઘણા પસંદ કરે છે.

હસીન જહાંના (Hasin Jahan Dance) એક વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. જેમાં તે પ્રખ્યાત ગીત ‘કાંટા લગા’પર પોતાના ડાન્સિંગ મૂવ્સ બતાવી રહી છે. હસીન જહાંએ કાળા રંગની સાડી પહેરી છે અને તેનો ડાન્સ પણ જોરદાર છે. ઘણા લોકો તેના ડાન્સ અને સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે. જોકે કેટલાક લોકોએ હસીન જહાંને શમી પાસે પાસા જવાની સલાહ પણ આપી હતી.

આ પણ વાંચો - ઋષભ પંતનું મોટું નિવેદન, સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ નથી જણાવતો એમએસ ધોની
 
View this post on Instagram
 

#hasinjahanfam #hasinjahan😃😃💃💃


A post shared by hasin jahan (@hasinjahanofficial) on

શમીએ શનિવારે ખુલાસો કર્યો હતો કે તે અંગત સમસ્યાના કારણે એટલો પરેશાન થઈ ગયો હતો કે તેના મગજમાં ત્રણ વખત આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને લાગે છે કે જો તેનો પરિવાર સાથ ના આપ્યો હોત તો તે સમસ્યામાંથી બહાર નિકળી શક્યો ન હોત. 2015માં ઇજા પછી દોઢ વર્ષ પરેશાન રહ્યો અને તે માનસિક રુપથી સ્વસ્થ ન હતો. જોકે આ મુશ્કેલીના સમયમાં તેના પરિવારે તેનો સાથ આપ્યો હતો.
First published: May 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading