હાર્દિક પંડ્યાની જગ્યાએ મોહમ્મદ શમીનો વર્લ્ડ ઇલેવનમાં સમાવેશ

News18 Gujarati
Updated: May 29, 2018, 7:41 PM IST
હાર્દિક પંડ્યાની જગ્યાએ મોહમ્મદ શમીનો વર્લ્ડ ઇલેવનમાં સમાવેશ

  • Share this:
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને બીમાર હાર્દિક પંડ્યાની જગ્યાએ વર્લ્ડ ઇલેવન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે 31 મેએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ લોર્ડ્સમાં ટી-20 મેચ રમશે.

શમી લોર્ડ્સમાં રમશે મેચ

ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર આદિલ રાશિદને પણ વર્લ્ડ ઇલેવન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ મેચમાંથી થનારી કમાણીનો ઉપયોગ વેસ્ટ ઇન્ડીઝમાં ગત વર્ષે તોફાનથી ક્ષતિગ્રસ્ત થયેલા સ્ટેડિયમના પુનનિર્માણમાં કરવામાં આવશે. મોહમ્મદ શમીને ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે. જે વાયરલ સંક્રમણને કારણે ખસી ગયો છે. દિનેશ કાર્તિક ભારતનો બીજો ખેલાડી છે, જેને વર્લ્ડ ઇલેવન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ ટીમમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના 2-2 અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાનો એક-એક ખેલાડી સામેલ છે. રાશિદ ઇંગ્લેન્ડનો બીજો ખેલાડી છે જેને ટીમમાં રાખવામાં આવ્યો છે. આ ટીમની કેપ્ટન્સી ઇયાન મોર્ગન કરશે.

આઇસીસીની વર્લ્ડ ઇલેવન ટીમ: ઇયાન મોર્ગન (કેપ્ટન, ઇંગ્લેન્ડ), શાહિદ આફ્રિદી (પાકિસ્તાન), તમીમ ઇકબાલ (બાંગ્લાદેશ), દિનેશ કાર્તિક (ભારત), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), સંદીપ લામિછાને (નેપાળ), મિશેલ મેકલેનેઘન (ન્યૂઝીલેન્ડ), શોએબ મલિક (પાકિસ્તાન), થિસારા પરેરા (શ્રીલંકા), લ્યૂક રોન્ચી (ન્યૂઝીલેન્ડ), આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ), મોહમ્મદ શમી (ભારત)
First published: May 29, 2018
વધુ વાંચો
अगली ख़बर