ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબંધોને કારણે આ ઘણો ચર્ચામાં છે. તેમની પત્ની હસીન જહાંએ શમી પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યાં છે. આ આરોપો પર શમીએ હવે ખુલીને જવાબ આપ્યો છે. શમીએ જણાવ્યું કે હસીન જહાંએ તેના પહેલા લગ્ન અને બાળકોની વાત છુપાઈ હતી. તેણે કહ્યું કે એ અંગે ધીરે ધીરે ખબર પડી હતી.
એક ઈન્ટરવ્યૂમાં શમીએ જણાવ્યું કે પહેલા જ હસીન જહાંના પહેલા પત્ની સૈફુદ્દીન જાતે મીડિયા સામે આવ્યાં હતાં. તેમના મિત્રો અને પરિવારને પણ આ અંગેની જાણકારી હતી. શમીએ કહ્યું કે આ જાણ્યા પછી પણ હું તેને પ્રેમ કરતો રહ્યો તેનો બધો ખર્ચ ઉઠાવતો હતો.
તમને જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા જ હસીન જહાંના પહેલા પતિ સૈફુદ્દીન મીડિયા સામે આવ્યાં હતાં. તેણે જણાવ્યું હતું કે 2002માં તેમના અને હસીન જહાંના લગ્ન થયાં હતાં તેમની બે દીકરીઓ પણ હતી. બંન્નેના લગ્ન 2010 સુધી ચાલ્યા હતાં પછી છૂટાછેડા લઈ લીધા હતાં.
હસીને મીડિયા સાથે કરી હતી ગેરવર્તણૂક નોંધનીય છે કે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ મંગળવારે મીડિયા સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. કોલકત્તામાં એક પત્રકારના સવાલ પર હસીન જહાંએ તેની પર હુમલો કર્યો અને તેનો કેમેરા તોડી નાંખ્યો હતો. મોહમ્મદ શમી પર હસીન જહાંએ ઘણાં મોટા આરોપો લગાવ્યાં છે જેમાં અવૈદ્ય સબંધ, જાનથી મારવાનો પ્રયત્ન જેવા આરોપો સામેલ છે. જો કે શમીએ આ બધા આરોપો સ્પષ્ટ નકાર્યા છે. ગત રવિવારે હસીન જહાંએ પ્રેસ કોન્ફરન્સ કરી શમી પર આરોપ લગાવ્યા હતા કે, જો શમી સંબંધો સુધારવા માગે છે તો હું વિચારીશ પરંતુ જો હું સમાધાન કરવાની વાત કરું તો હું ગુનેગાર સાબિત થઈ જઇશ. લોકોને લાગશે કે, મેં શમી પર જે આક્ષેપ કર્યા છે તે ખોટા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર