Home /News /sport /શમીની પત્નીનાં 2010માં થયા હતા તલાક, પૂર્વ પતિએ જણાવ્યું કેમ તૂટ્યા'તા સંબંધ

શમીની પત્નીનાં 2010માં થયા હતા તલાક, પૂર્વ પતિએ જણાવ્યું કેમ તૂટ્યા'તા સંબંધ

કોલકત્તા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ શમી પર IPCની સાત કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે

કોલકત્તા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ શમી પર IPCની સાત કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે

નવી દિલ્હી: ભારતીય ટીમનાં ફાર્સ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં વિવાદોમાં ઘેરાયેલો છે. એક તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હાલમાં અટકાવી દીધો છે તો તેનાં IPLમાં રમવાનાં સવાલ પર પણ નિશાન લાગી ચુક્યા છે.

શમીની પત્ની હસીન જહાંએ શમી પર લગ્નેત્તર સંબંધ, ઘરેલુ હિંસા સહિત અન્ય ગંભીર આરોપ લગાવ્યો હતો. કોલકત્તા પોલીસે હસીન જહાંની ફરિયાદ બાદ શમી પર IPCની સાત કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે.

આ વચ્ચે હસીન જહાંનાં પૂર્વ પતિ સૈફુદ્દીન સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળનાં વીરભૂમ જિલ્લાનાં સિઉડીમાં રહેનારો છે. શમીએ તેની બેગુનાહી સાબિત કરવી પડે. સાથે જ તેનું એમ પણ માનવું છે કે બંને સાથે બેસીને વાત  કરી લે અને આખો મામલો ઉકેલી લે.

હસીન જહાંનાં પૂર્વ પતિનું કહેવું છે કે,
મોહમ્મદ શમીની જો ભૂલ કરી છે તો તે જરૂર ભુગતશે. આપણે જણાવી દઇએ કે હસીન જહાં અને સૈફુદ્દીનનાં લગ્ન 2010 સુધી ચાલ્યા હતા પછી તેમનાં છુટાછેડા થઇ ગયા હતાં. સૈફુદ્દીને એક ટીવી ચેનલને આપેલાં ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, 'હસીન જહાં સાથે સ્કુલનાં સમયથી મને પ્રેમ હતો અમે વર્ષ 2002માં લગ્ન કર્યા હતાં અમારે બે દીકરીઓ છે હીસન તેનાં પગભર થવા ઇચ્છતી હતી.'

હસીનનાં પિતા કહે છે,
તો બીજી તરફ હસીન જહાંનાં પિતા મોહમ્મ હુસૈને કહ્યું કે, શમી અને હીસન વચ્ચે ક્યારેય અણબનાવની વાત નથી સાંભળી. તેમની માનીયે તો શમી-હસીન ટૂંક સમયમાં તેમનાં વચ્ચેનો વિવાધ ઉકેલી લેશે.

હસીન જહાંનાં પૂર્વ પતિએ ઉમેર્યુ કે, શમીએ ખુબજ મહેનત બાદ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવ્યું છે. તે ખુબજ નસીબદાર છે તેને ટીવી પર મેચ રમતો જોવો ગમે છે. તેની બોલિંગ એક્શન મને ખુબ પસંદ છે.
First published:

Tags: Hasin Jahan, Investigation, Mohammed Shami