વેસ્ટ ઇન્ડિઝથી પરત ફરતા સરન્ડર કરી શકે છે મોહમ્મદ શમી, પત્નીએ કહ્યું- મને ન્યાયની રાહ

News18 Gujarati
Updated: September 3, 2019, 4:09 PM IST
વેસ્ટ ઇન્ડિઝથી પરત ફરતા સરન્ડર કરી શકે છે મોહમ્મદ શમી, પત્નીએ કહ્યું- મને ન્યાયની રાહ
મોહમ્મદ શમી (ફાઇલ તસવીર)

શમીની પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો છે કે શમીના બીજી મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે, આ જ કારણે તેને જીવથી મારી નાખવાની ધમકી આપે છે.

  • Share this:
કોલકાતા : ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) પર ધરપકડની તલવાર લટકી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વેસ્ટ ઇન્ડિઝ (West Indies) પ્રવાસથી પરત ફરતા જ મોહમ્મદ શમી આત્મસમર્પણ કરી શકે છે. ભારતનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ સોમવારે મોડી રાત્રે ખતમ થઈ ચુક્યો છે. એવામાં શમી પરત ફરે તેની રાહ જોવામાં આવી રહી છે. કોલકાતાની કોર્ટે શમી વિરુદ્ધ ધરપકડ વૉરંટ (Arrest Warrant) જાહેર કર્યું છે.

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ ખતમ થવાથી શમી બે દિવસમાં ભારત પરત આવી શકે છે. શમીને 15મી દિવસમાં સરન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં તેની પત્નીએ ઘરેલૂ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. શમી તેમજ તેના ભાઈ વિરુદ્ધ આઈપીસીની કલમ 498A અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ અંતર્ગત કોલકાતાની કોર્ટે શમીને સરન્ડર કરવાનું કહ્યું છે.મારા આરોપ સાચા સાબિત થયા

ન્યૂઝ18 સાથે વાતચીત કરતા શમીની પત્ની હસીન જહાંએ કહ્યું કે, "અલ્લાહનો ખૂબ ખૂબ આભાર. મેં તેમના પર જે આરોપ લગાવ્યાં હતાં તે સાચા સાબિત થયા છે. તેઓ સરાજાહેર મારું જીવન બરબાદ કરી રહ્યા હતા."

શમી પર શું આરોપ?શમીની પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો છે કે શમીના બીજી મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે, આ જ કારણે તેને જીવથી મારી નાખવાની ધમકી આપે છે. હસીન જહાંનું કહેવું છે કે શમીના પરિવારના લોકો તેને ઝેર આપીને જીવથી મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 2018માં મોહમ્મદ શમી પર તેની પત્નીએ મારપીટ, રેપ, હત્યાનો પ્રયાસ, ઘરેલૂ હિંસા જેવા ગંભીર આક્ષેપ લાગ્યા હતા. હસીને જહાંએ શમીના ફિક્સરો સાથે પણ સંબંધો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.BCCIની કેસ પર નજર

બીસીસીઆઈ આગામી થોડા દિવસમાં મોહમ્મદ શમીના વકીલ સાથે વાત કરીને આખા મામલાની જાણકારી મેળવશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, "અમને સ્થિતિ અંગે માહિતી છે, અમે મંગળવારે સૌપહેલા શમીના વકીલ સાથે વાતચીત કરીશું. અમે આ અંગે તમામ વિગતો જાણવા માંગીએ છીએ. બીસીસીઆઈના એક અધિકારીએ ચોથા દિવસે રમત શરૂ થયા પહેલા શમી સાથે વાતચીત કરી હતી. અમારે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર રહેવાની જરૂર છે."
First published: September 3, 2019, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading