ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીનો થયો અકસ્માત, માથામાં ગંભીર ઈજા

News18 Gujarati
Updated: March 25, 2018, 12:00 PM IST
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીનો થયો અકસ્માત, માથામાં ગંભીર ઈજા

  • Share this:
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને દેહરાદૂનમાં અકસ્માત નડ્યો છે. આ હાદસામાં તેમને માથામાં વાગ્યું છે જેના કારણે ટાંકા લેવા પડ્યા છે.

આ મામલે મળતી જાણકારી પ્રમાણે શમી રવિવારે દેહરાદૂનથી દિલ્હી જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક ટ્રકથી બચવાના ચક્કરમાં કારનો અકસ્માત થયો હતો. જેના પછી તેમણે સારવાર માટે દેહરાદૂનની એક હોસ્પિયલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

આ ઘટનામાં શમીની જમણી આંખ પર વાગ્યું છે. જેમાં 3-4 ટાંકા આવ્યાં છે. આ અકસ્માત પછી તેને સીએમઆઈ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સર્જન ડો. તરૂણ જૈને તેમની સરવાર કરી હતી. શમીની હાલત સામાન્ય જણાવવામાં આવી રહી છે અને અત્યારે તે દેહરાદૂનમાં જ આરામ કરી રહ્યા છે.

શમી અભિમન્યુ ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. આ એકેડમી બંગાળના બેટસમેન અભિમ્ન્યુ ઇશ્વરન ચલાવે છે. શમીને દેહરાદૂનનો શાંત માહોલ ખૂબ જ પસંદ છે આથી છેલ્લાં કેટલાંક દિવસથી તેની ખાનગી જીવનમાં વિવાદો વધવાને કારણે તેમાંથી બહાર નીકળવા માટે તે આ શાંત જગ્યાએ આવીને પોતાની ક્રેકિટ ટ્રેનિંગ પૂરી કરી રહ્યો હતો.નોંધનીય છે કે ગત થોડા સમયથી પારિવારિક વિવાદના કારણે તે ઘણાં સમાચારોમાં છે. તેની પત્ની હસીન જહાંએ તેમની સામે બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવા અને તેની સાથે મારપીટ કરવા અને હત્યા કરવાના પ્રયત્ન અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યાં છે. જો કે શમી આ બધા આરોપોને નકારે છે.
First published: March 25, 2018, 11:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading