શમીએ તરખાટ મચાવતી બોલિંગ કરી તોડી નાખ્યો આ વર્લ્ડ કપ રેકોર્ડ

News18 Gujarati
Updated: June 28, 2019, 8:41 AM IST
શમીએ તરખાટ મચાવતી બોલિંગ કરી તોડી નાખ્યો આ વર્લ્ડ કપ રેકોર્ડ
મોહમ્મદ શમી (Photo: AP)

વર્લ્ડ કપમાં સૌથી ઝડપથી 25 વિકેટ લેવાનો રેકોર્ડ શમીના નામે થઈ ગયો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ 4 વિકેટ લઈને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમને સરળ જીત અપાવી દીધી છે. તેણે 6.2 ઓવરમાં 16 રન આપીને શઈ હોપ, ક્રિસ ગેલ, શિમરોન હેટમાયર અને ઓશેન થોમસની વિકેટ લીધી. તેના કારણે ભારતે વેસ્ટ ઈન્ડિઝને 125 રને હરાવી દીધું. ભારતના 7 વિકેટ પર 267 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 34.2 ઓવરમાં 143 રને સમેટાઈ ગઈ. શમી પહેલો ભારતીય બોલર છે જેણે વર્લ્ડ કપમાં ત્રણ વાર 4 વિકેટ લીધી છે. સાથોસાથ તે ઉમેશ યાદવ બાદ બીજો ભારતીય બોલર છે જેણે સતત બીજા વર્લ્ડ કપ મેચમાં 4 વિકેટ લીધી છે.

શમીએ વેસ્ટ ઈન્ડિઝ પહેલા અફઘાનિસ્તાનની વિરુદ્ધ પણ 4 વિકેટ લીધી. આ મેચમાં તેણે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી. તે બીજો ભારતીય બોલર છે જેણે વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી છે. આ પહેલા ભારત તરફથી ચેતન શર્માએ 1987ના વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી હતી. શમી વર્લ્ડ કપમાં અત્યાર સુધી 9 મેચમાં 25 વિકેટ લઈ ચૂક્યો છે. વર્લ્ડ કપમાં સૌથી ઝડપથી 25 વિકેટ લેવાનો રેકોર્ડ શમીના નામે થઈ ગયો છે. તેણે 9 મેચમાં જ 25 વિકેટ લીધી છે.

શમીએ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને પાછળ છોડ્યો. સ્ટાર્કે 10 મેચમાં 25 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ તથા ટિમ સાઉદી અને દક્ષિણ આફ્રિકાના ઈમરાન તાહિરે 11 મેચોમાં 25 વિકેટ લીધી હતી. બીજી તરફ, શ્રીલંકાના લસિત મલિંગાએ 12 મેચમાં 25 વિકેટ લીધી હતી.

મોહમ્મદ શમીએ સતત બીજી મેચમાં 4 વિકેટ લીધી.


બીજી તરફ, આ વર્ષે ભારત તરફથી વનડેમાં સોથી વધુ વિકેટ લેવામાં પણ મોહમ્મદ શમી સૌથી આગળ છે. તેણે આ વર્ષમાં અત્યાર સુધી 13 મેચમાં 27 વિકેટ લીધી છે. તેની પાછળ યુજવેન્દ્ર ચહલ છે જેણે 26 વિકેટ લીધી છે. બીજી તરફ ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે 24-24 વિકેટ લીધી છે.

વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીનું પ્રદર્શન :2015 વર્લ્ડ કપ
પાકિસ્તાનની વિરુદ્ધ 4/35
દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 2/30
વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ 3/35
આયરલેન્ડની વિરુદ્ધ 3/41
ઝિમ્બાબ્વેની વિરુદ્ધ 3/48
બાંગ્લાદેશની વિરુદ્ધ 2/37
ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 0/68

2019 વર્લ્ડ કપ
અફઘાનિસ્તાનની વિરુદ્ધ 4/40
વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ 4/16

આ પણ વાંચો, કોહલીએ સચિન-લારાનો રેકોર્ડ તોડ્યો, આ ખાસ સિદ્ધિ મેળવી
First published: June 28, 2019, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading